નવી દિલ્હી, 1 જૂન (હિ.સ.) 'ભૂલ ચૂક માફ' સિનેમાઘરોમાં રિલીઝ થતાં જ દર્શકોના દિલ જીતી રહી છે. ફિલ્મ વિશે જબરદસ્ત ક્રેઝ છે. આ જ કારણ છે કે, તેની કમાણી સતત નોંધાઈ રહી છે. વાર્તાની પકડ અને રસપ્રદ પ્લોટે દર્શકોને જકડી રાખ્યા છે, તો રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની રોમેન્ટિક કેમિસ્ટ્રીએ પણ ફિલ્મને ખાસ બનાવી છે. ચાહકો બંનેના ઓન-સ્ક્રીન બોન્ડિંગની પ્રશંસા કરી રહ્યા છે. હવે એક નજર કરીએ તો ફિલ્મે તેના નવમા દિવસે કેટલી કમાણી કરી.
સૈકનિલ્કના મતે, 'ભૂલ ચૂક માફ'એ તેની રિલીઝના નવમા દિવસે જોરદાર ઉછાળો નોંધાવ્યો છે. શનિવારે, ફિલ્મે ૫.૩૯ કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેને સપ્તાહના અંતે સંપૂર્ણ ફાયદો મળ્યો હતો. આવી સ્થિતિમાં, હવે બધાની નજર રવિવારની કમાણી પર છે, જ્યાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફિલ્મ વધુ સારું પ્રદર્શન કરશે. બીજા શુક્રવારે ફિલ્મે 3.25 કરોડ રૂપિયાની કમાણી કરી, જે સ્પષ્ટ કરે છે કે, શનિવારે વૃદ્ધિ જોવા મળી છે. અત્યાર સુધીમાં, 9 દિવસમાં 'ભૂલ ચૂક માફ' ની કુલ કમાણી ભારતમાં 52.78 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની જોડી પહેલીવાર ફિલ્મ 'ભૂલ ચૂક માફ' માં જોવા મળી છે, જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. બંનેની કેમેસ્ટ્રીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સંજય મિશ્રા, સીમા પાહવા, ઝાકિર હુસૈન, રઘુબીર યાદવ, ઇશ્તિયાક ખાન અને અનુભા ફતેહપુરિયા જેવા પ્રતિભાશાળી કલાકારોએ પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.
થિયેટરોમાં જોરદાર કમાણી બાદ હવે આ ફિલ્મ ઓટીટી પર આવવાની તૈયારી કરી રહી છે. 'ભૂલ ચૂક માફ' જૂનના મધ્યમાં, એમેઝોન પ્રાઇમ વિડિયો પર ડિજિટલી પ્રીમિયર થશે. જોકે, તેની ચોક્કસ રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ