ઈરાન-ઈઝરાયલ તણાવને કારણે, મહિલા એશિયન કપ ક્વોલિફાયર, હવે જોર્ડનની જગ્યાએ કતરમાં રમાશે
નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે, એએફસીમહિલા એશિયન કપ ક્વોલિફાયર્સની ગ્રુપ એમેચો હવે જોર્ડનની જગ્યાએ કતરમાં રમાશે. એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (એએફસી) એ શુક્રવારે માહિતી આપી હતી કે,” 23 જૂનથી 5 જુલાઈ દરમિયાન
મેચ


નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે, એએફસીમહિલા એશિયન કપ

ક્વોલિફાયર્સની ગ્રુપ એમેચો હવે જોર્ડનની જગ્યાએ કતરમાં રમાશે.

એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (એએફસી) એ શુક્રવારે

માહિતી આપી હતી કે,” 23 જૂનથી 5 જુલાઈ દરમિયાન

જોર્ડનની રાજધાની અમ્માનમાં રમાનારી મેચો, હવે 7 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન કતરમાં યોજાશે. મેચનું સ્થળ અને સમય ટૂંક

સમયમાં જણાવવામાં આવશે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા હવાઈ હુમલાઓ અને પ્રદેશમાં

સંભવિત યુએસ હસ્તક્ષેપને ધ્યાનમાં રાખીને, આ નિર્ણય લેવામાં આવ્યો છે.”

ગ્રુપ એમાં જોર્ડન, સિંગાપોર, ઈરાન, લેબનોન અને ભૂટાનની ટીમોનો સમાવેશ થાય છે. આ ટીમો માર્ચ 2026 માં

ઓસ્ટ્રેલિયામાં યોજાનાર મહિલા એશિયન કપ 2026 માટે ક્વોલિફાય થવા માટે સ્પર્ધા કરી રહી છે.

સિંગાપોરના ફૂટબોલ એસોસિએશન (એફએએસ) એ જણાવ્યું હતું

કે,” ટુર્નામેન્ટને ખસેડવાનો નિર્ણય પ્રદેશની વર્તમાન પરિસ્થિતિ અને ભાગ

લેતી ટીમો દ્વારા ઉઠાવવામાં આવેલી લોજિસ્ટિક ચિંતાઓ ને કારણે લેવામાં આવ્યો

છે.”

મહિલા એશિયન કપ ક્વોલિફાયરમાં કુલ આઠ જૂથો છે.જેમાં દરેક જૂથના

વિજેતા 2026 માં મુખ્ય

ટુર્નામેન્ટમાં આગળ વધશે. યજમાન ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, જાપાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીન પહેલાથી જ

ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂક્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande