ગીર સોમનાથ, 27 જૂન (હિ.સ.) ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી કાળા અધ્યાય સમાન “કટોકટી” લગાવ્યાના ૫૦ વર્ષની પૂર્ણતા નિમિત્તે સ્વામિનારાયણ મંદિર સુત્રાપાડા ખાતે આયોજીત “સંવિધાન હત્યા દિવસ-૨૦૨૫” કાર્યક્રમ યોજાયેલ. જેમાં ઉપસ્થિત સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ર્ડો. પ્રદ્યુમ્નભાઈ વાજા,ભાજપા જિલ્લા પ્રમુખ ર્ડો. સંજયભાઈ પરમાર, જિલ્લા મહામંત્રી શ્રી દિલીપભાઈ બારડ, પૂર્વ ભાજપા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ મંજુલાબેન મુછાલ, ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, વેરાવળ નગર પાલિકા પ્રમુખ પલવીબેન જાની, સુત્રાપાડા નગર પાલિકા પ્રમુખ મનહરભાઈ બારડ, સુત્રાપાડા શહેર પ્રમુખ સુરેશભાઈ મોરી,ગીર સોમનાથ જિલ્લા સંગઠનના હોદેદારોઓ અને ગીર સોમનાથ જિલ્લા તમામ મંડળના પ્રમુખ અને મહામંત્રીઓ અને હોદેદારોઓ બહોળી સંખ્યામાં કાર્યકતાઓ હાજર રહ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ