ગીર સોમનાથ 27 જૂન (હિ.સ.) વિકસિત ગુજરાત, શિક્ષિત ગુજરાતના નેજા હેઠળ, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાની સીમ શાળા, કદવાર ખાતે આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - 2025 અંતર્ગત સહભાગી થઈને બાળકોને શાળાપ્રવેશ કરાવ્યો.
આ અવસરે ઉપસ્થિત ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને આગેવાનઓ અધિકારીઓ શાળા પરિવારના સભ્યો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આત્મીય સંવાદ સાધીને ઘણો આનંદ થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ