હરણીના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં દારૂની હેરાફેરી પકડાઈ, 4.22 લાખના દારૂ સાથે એકની ધરપકડ
વડોદરા, 3 જૂન (હિ.સ.)-વડોદરાના હરણી વિસ્તારમાં દારૂની હેરાફેરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયની આડમાં દારૂનો મોટો જથ્થો વહીવટવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસને મળેલી ગુપ્ત જાણકારીના આધારે હરણી ગોલ્ડન ચોકડી
Alcohol


વડોદરા, 3 જૂન (હિ.સ.)-વડોદરાના હરણી વિસ્તારમાં દારૂની હેરાફેરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયની આડમાં દારૂનો મોટો જથ્થો વહીવટવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસને મળેલી ગુપ્ત જાણકારીના આધારે હરણી ગોલ્ડન ચોકડી પાસે આવેલી કેપી ટ્રાન્સપોર્ટ ઓફિસ પર દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે તપાસ દરમિયાન ત્યાં આવેલા હરિયાણા, પંચકુલાથી આવેલા સામાનનું વિવરણ ખંગાળ્યું હતું. પ્લાસ્ટિકની 114 બાલ્ટીઓમાંથી 76 ડોલ ખોલીને તપાસ કરતાં તેમાં નાની-મોટી કુલ 1,398 દારૂની બોટલ મળી આવી હતી. દારૂની આ બોટલોની બજાર કિંમત આશરે રૂપિયા 4.22 લાખ જેટલી થાય છે.

ટ્રાન્સપોર્ટ થયેલા દારૂ માટે બનાવવામાં આવેલા બિલમાં હાઇડ્રોલિક ઓઇલ બતાવવામાં આવ્યું હતું. જે ડોલો વિવિધ ફર્મો – ગાયત્રી ટ્રેડર્સ, હરિઓમ સ્ટીલ વર્ક્સ અને એચ.એ. ટ્રેડિંગ –ના નામે મોકલવામાં આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી આવેલી વિગતોના આધારે, દારૂનો જથ્થો સ્વીકારવા માટે આવેલા જશવંત ભગવાનભાઈ ડાભી (રહે. વિનાયક , વડોદરા)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત માલ મોકલનાર વિવેક એન્ટરપ્રાઈઝના સંચાલક વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હરણી પોલીસ સ્ટાફની સમયસૂચક કાર્યવાહી અને સતર્કતાથી દારૂની આ હેરાફેરીનો પર્દાફાશ થયો છે. વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande