પાટણમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન વેપારીઓનો હોબાળો, ઝુંબેશ સ્થગિત
પાટણ, 4 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દુકાનોના સાયબન અને માલસામાન દૂર કરવા પહોંચતાં વેપારીઓમાં અસંતોષ ફેલાયો હતો. ઝુંબેશ દરમિયાન પાલિકા તં
પાટણમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન વેપારીઓનો હોબાળો, ઝુંબેશ સ્થગિત


પાટણમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન વેપારીઓનો હોબાળો, ઝુંબેશ સ્થગિત


પાટણમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન વેપારીઓનો હોબાળો, ઝુંબેશ સ્થગિત


પાટણ, 4 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દુકાનોના સાયબન અને માલસામાન દૂર કરવા પહોંચતાં વેપારીઓમાં અસંતોષ ફેલાયો હતો. ઝુંબેશ દરમિયાન પાલિકા તંત્ર દ્વારા દબાણ માટે 500થી 1000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવતો હોવાની જાણ થતાં વેપારીઓએ દુકાનો બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

કોહિનૂર સિનેમા પાસે વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો અને આક્ષેપ કર્યો કે બસ સ્ટેન્ડ નજીકના મોટા દબાણો સામે કોઈ કાર્યવાહી થતી નથી. ફક્ત નાના વેપારીઓ અને લારી-ગલ્લાવાળાઓને જ નિશાન બનાવવામાં આવે છે. આ બાબતે વેપારીઓ અને તંત્ર વચ્ચે ગરમાગરમી સર્જાઈ હતી.

ઘટનાસ્થળે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પહોંચી ગયા હતા અને વેપારીઓની રજૂઆત સાંભળી. તેમણે વેપારીઓને નુકસાન ન થાય અને યોગ્ય રીતે દબાણ દૂર થાય તે માટે કલેક્ટર સાથે બેઠક કરવાની ખાતરી આપી. ત્યારબાદ હાલ પૂરતી દબાણ હટાવ ઝુંબેશ સ્થગિત કરી દેવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande