પાટણ, 4 જૂન (હિ.સ.)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 11 વર્ષની ઉજવણી નિમિત્તે 7 જૂનથી 25 જૂન દરમિયાન સમગ્ર દેશ અને ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ પ્રસંગે પાટણ જિલ્લામાં યોજાનારા કાર્યક્રમોની યોજના બનાવવા માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બુધવારે વિશેષ કાર્યશાળાનું આયોજન કરાયું હતું.
આ કાર્યશાળામાં પાટણના પ્રભારી જગદીશ પટેલ, પ્રદેશ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિઘવ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર તથા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા.
યજ્ઞેશ દવેએ પાટણ જિલ્લામાં યોજાનાર “સંકલ્પથી સિદ્ધિ” કાર્યક્રમોની માહિતી આપી અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પ્રમુખ રમેશ સિઘવે જણાવ્યું હતું કે, જિલ્લા કાર્યશાળાના અનુસંધાનમાં દરેક મંડળ માટે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર