અમેરિકા સાથે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે, ભારતીય ટીમ વોશિંગ્ટનની મુલાકાત લેશે
નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) અમેરિકા સાથે પ્રસ્તાવિત વેપાર કરાર પર વાટાઘાટો અને અંતિમ સ્વરૂપ આપવાના પ્રયાસો અંતિમ તબક્કામાં છે. વાણિજ્ય મંત્રાલયની એક ટીમ ટૂંક સમયમાં, પ્રસ્તાવિત કરાર પર વાટાઘાટો કરવા માટે વોશિંગ્ટન જશે. વાણિજ્ય વિભ
વેપાર


નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) અમેરિકા સાથે પ્રસ્તાવિત વેપાર કરાર પર

વાટાઘાટો અને અંતિમ સ્વરૂપ આપવાના પ્રયાસો અંતિમ તબક્કામાં છે. વાણિજ્ય મંત્રાલયની

એક ટીમ ટૂંક સમયમાં, પ્રસ્તાવિત કરાર પર વાટાઘાટો કરવા માટે વોશિંગ્ટન જશે.

વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું

કે,” અમેરિકા સાથે પ્રસ્તાવિત વેપાર કરારનો પ્રથમ તબક્કો આ વર્ષે

સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ પહેલા, બંને દેશો

વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી, ભારતીય વાણિજ્ય

મંત્રાલયની એક ટીમ ટૂંક સમયમાં વોશિંગ્ટન જશે. આ દરમિયાન, દ્વિપક્ષીય વેપાર

કરાર (બીટીએ) ના વચગાળાના અને

પ્રથમ તબક્કાની વાટાઘાટો કરવામાં આવશે. જોકે, આ મુલાકાતની તારીખો હજુ નક્કી કરવામાં આવી નથી.”

ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારના

મુખ્ય વાટાઘાટકાર અગ્રવાલે જણાવ્યું હતું કે,” ભારતે અત્યાર સુધીમાં 26 દેશો સાથે 14 થી વધુ મુક્ત

વેપાર કરારો (એફટીએ) લાગુ કર્યા છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત સહિત ઘણા દેશો પર લાદવામાં આવેલા વધારાના ટેરિફને 1 ઓગસ્ટ સુધી

સ્થગિત કરી દીધા છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande