ધર્મ પરિવર્તનના મુખ્ય સૂત્રધાર છાંગુર બાબાને લઈને, બલરામપુર પહોંચી એટીએસ ટીમ
બલરામપુર, નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) ગેરકાયદે ધર્મ પરિવર્તનના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી જલાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાના શુક્રવારે, તેના ગામ માધુપુર ખાતેના ઘરે યુપી-એટીએસ પહોંચી હતી. અહીં 4૦ મિનિટ રોકાયા બાદ, ટીમ બાબા છાંગ
એટીએસ


બલરામપુર, નવી દિલ્હી, 11 જુલાઈ

(હિ.સ.) ગેરકાયદે ધર્મ પરિવર્તનના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી જલાલુદ્દીન ઉર્ફે છાંગુર

બાબાના શુક્રવારે, તેના ગામ માધુપુર ખાતેના ઘરે યુપી-એટીએસ પહોંચી હતી. અહીં

4૦ મિનિટ રોકાયા બાદ, ટીમ બાબા છાંગુર

સાથે લખનૌ પરત ફરી હતી. આ સમય દરમિયાન, બાબાના ઘરની આસપાસ એટીએસ કમાન્ડો તૈનાત

કરવામાં આવ્યા હતા.

હકીકતમાં, ગેરકાયદે ધર્મ પરિવર્તનના કેસમાં ધરપકડ કરાયેલા જલાલુદ્દીન

ઉર્ફે છાંગુર બાબા અને તેના સાથી નસરીન ઉર્ફે નીતુ હાલમાં પોલીસ રિમાન્ડ પર છે.

બંનેની ધર્મ પરિવર્તન અને વિદેશી ભંડોળ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. પુરાવા

એકત્રિત કરવાના હેતુથી, એટીએસ ટીમ માધુપુરમાં, છાંગુર

બાબાના ઘરે પહોંચી હતી. આ સમય દરમિયાન, મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું અને તપાસ દરમિયાન એટીએસ કમાન્ડોએ આખા

ઘરને ઘેરી લીધું હતું. કોઈ પણ અજાણ્યા વ્યક્તિને, ત્યાં જવા દેવામાં આવ્યા ન હતા.

લગભગ 4૦ મિનિટ અહીં રોકાયા બાદ અને આરોપીઓની પૂછપરછ કર્યા બાદ, એટીએસ છાંગુરને તેમની

સાથે પાછા લઈ ગઈ છે.

જ્યારે છાંગુર બાબા ગાડીમાંથી ઉતર્યા, ત્યારે તોડી

પાડવામાં આવેલી હવેલી જોઈને તેઓ ભાવુક થઈ ગયા. મળતી માહિતી મુજબ, એટીએસ એ હવેલીનું

નિરીક્ષણ કરીને ઘણી મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી અને છાંગુરને હવેલી સંબંધિત ઘણા

પ્રશ્નો પૂછવામાં આવ્યા. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે એટીએસ એ, ધર્માંતરણના

માસ્ટરમાઇન્ડ જલાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા અને નીતુ ઉર્ફે નસરીનને, સાત દિવસના

રિમાન્ડ પર લીધા હતા. આ દરમિયાન, વહીવટીતંત્રે બાબાની હવેલીના, ગેરકાયદેસર ભાગો તોડી પાડ્યા

છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રભાકર કસૌધન / દીપક / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande