પટણા, નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.). કેન્દ્રીય મંત્રી અને લોજપા (આર) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને, 20 જુલાઈ સુધીમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જમુઈના સાંસદ અને ચિરાગ પાસવાનના સાળાએ, એક એક્સ-પોસ્ટમાં આરજેડી પર આ આરોપ લગાવ્યો છે.
લોજપા (આર) ના મુખ્ય પ્રવક્તા રાજેશ ભટ્ટે, પટણાના સાયબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. ચિરાગને ધમકી મળ્યા બાદ પાર્ટીમાં હોબાળો મચી ગયો છે. ભટ્ટે કહ્યું કે, યુટ્યુબર દક્ષપ્રિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના કોમેન્ટ સેક્શનમાં, ટાઇગર મેરાજ ઇદિસીએ ચિરાગ પાસવાનને બોમ્બથી ઉડાવીને મારી નાખવાની ધમકી આપી છે. તેમણે પોલીસને તાત્કાલિક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવાની માંગ કરી છે.
જમુઈના સાંસદ અરુણ ભારતીએ એક એક્સ-પોસ્ટમાં કહ્યું કે, અણધારી હારના ડરથી ગુસ્સે ભરાયેલી આરજેડી બિહારમાં જંગલ રાજ 2.0 લાવવા માંગે છે. એટલા માટે આરજેડીના ગુનાહિત તત્વો ચિરાગ પાસવાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે. સાંસદ ભારતીએ રાજ્ય સરકાર પાસે ચિરાગ પાસવાનની સુરક્ષા વધારવા અને તેમને બુલેટપ્રૂફ કાર આપવાની માંગ કરી છે. જમુઈના સાંસદે કહ્યું છે કે, ચિરાગ પાસવાન સિંહનો પુત્ર છે. તે કોઈથી ડરતો નથી અને ડરશે પણ નહીં. તે બિહાર માટે જીવશે. તે બિહાર માટે મરશે.
હિન્દુસ્થાન સમાચાર / ચંદા કુમારી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ