નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) આવકવેરા વિભાગે શુક્રવારે આઈટીઆર-2 અને આઈટીઆર-3 ફોર્મ માટે
એક્સેલ યુટિલિટી બહાર પાડી. તેનો ઉપયોગ કરપાત્ર મૂડી લાભ, ક્રિપ્ટો આવક અને
અન્ય આવકવેરા રિટર્ન (આઈટીઆર) ફાઇલ કરવા માટે થઈ શકે છે. આવકવેરા વિભાગે અગાઉ ફક્ત આઈટીઆર-1 અને આઈટીઆર-4 ફોર્મ (ઓનલાઈન
અને એક્સેલ યુટિલિટી બંને) જ બહાર પાડ્યા હતા.
આવકવેરા વિભાગે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”
વર્તમાન નાણાકીય વર્ષ 2025-26 માટે આઈટીઆર-2 અને આઈટીઆર-3 ફોર્મની એક્સેલ
યુટિલિટી હવે લાઈવ કરવામાં આવી છે. હવે 11 જુલાઈથી, આઈટીઆર-2 એવા વ્યક્તિઓ
અથવા એચયુએફવતી ફાઇલ કરી
શકાય છે જેઓ આઈટીઆર-1 (સહજ) ફાઇલ કરવા
માટે પાત્ર નથી.”
આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે,” કરદાતાઓ ઈ-ફાઇલિંગ આઈટીઆરપોર્ટલના ડાઉનલોડ
વિભાગમાં આઈટીઆર-2 અને આઈટીઆર-3 યુટિલિટી
ડાઉનલોડ કરી શકે છે. તેને ડાઉનલોડ કર્યા પછી, તમને એક વિન્ડોઝ ઝિપ ફાઇલ મળશે, જેમાંથી એક્સેલ
ફાઇલ મેળવી શકાય છે.
આવકવેરા વિભાગ અનુસાર, આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટેનું આ ફોર્મ https://incometax.gov.in/iec/foportal/downloads/income-tax-returns
પર ઉપલબ્ધ છે.”
27 મેના રોજ, આવકવેરા વિભાગે
નાણાકીય વર્ષ 2024-25 (મૂલ્યાંકન વર્ષ 2025-26) માટે આવકવેરા
રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી લંબાવીને 15 સપ્ટેમ્બર કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ