યમનમાં ભારતીય નર્સને ફાંસીની સજા રોકવા માટે, કેસી વેણુગોપાલે વડા પ્રધાનના હસ્તક્ષેપની માંગ કરી
નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.). કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ કેસી વેણુગોપાલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મધ્ય પૂર્વ એશિયાઈ દેશ યમનમાં મૃત્યુદંડની સજા પામેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા રોકવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની મા
કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ કેસી વેણુગોપાલ


નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.). કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ કેસી વેણુગોપાલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મધ્ય પૂર્વ એશિયાઈ દેશ યમનમાં મૃત્યુદંડની સજા પામેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા રોકવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

તેમણે કહ્યું કે નિમિષાને મુક્ત કરવાના પ્રયાસો ચાલુ છે. એક્શન કાઉન્સિલ અને તેનો પરિવાર પીડિત પરિવારને 'દિયા' એટલે કે બ્લડ-મની આપીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી ફાંસી મુલતવી રાખી શકાય, પરંતુ યમનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ અને આંતરિક અસ્થિરતાને કારણે, આ પ્રક્રિયા ગંભીર અવરોધોનો સામનો કરી રહી છે.

વેણુગોપાલે પત્રમાં લખ્યું છે, પરિસ્થિતિની જટિલતાને ધ્યાનમાં રાખીને, હું તમને આ બાબતમાં સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે હસ્તક્ષેપ કરવા અને મૃત્યુદંડ રદ થાય તે સુનિશ્ચિત કરવા માટે યમનના અધિકારીઓ સાથે શક્ય તમામ રાજદ્વારી પગલાં લેવા વિનંતી કરું છું. 37 વર્ષીય નિમિષા પ્રિયા 2008માં યમન ગઈ હતી. ત્યાં અનેક હોસ્પિટલોમાં કામ કર્યા પછી, તેણે એક ક્લિનિક ખોલ્યું જેમાં તેણે યમનના નાગરિક તલાલ મેહદીને પોતાનો જીવનસાથી બનાવ્યો. મેહદીએ તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો અને તેને સતત હેરાન કરવાનું શરૂ કર્યું. 2017માં, તેનો પાસપોર્ટ પાછો મેળવવાના પ્રયાસમાં, નિમિષાએ તેને ડ્રગ્સનું ઇન્જેક્શન આપ્યું, જેના કારણે તેનું મૃત્યુ થયું. આ પછી, યમન છોડતી વખતે એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande