ગીર સોમનાથ, 12 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના પ્રાચી મૂકામે જિલ્લા કોંગ્રેસ ના નવનિયુક્ત પ્રમુખ પુંજા વંશ નો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. પદ ગ્રહણ ની સાથે જ પુંજા વંશની જિલ્લા વહીવટી તંત્ર ને જાહેર મંચ પરથી ટકોર કરવામાં આવી હતી કે, કાયદા અને બંધારણ મુજબ કામગીરી કરજો. જો કિન્નખોરી રાખશો તો જિલ્લા કોંગ્રેસ સાંખી નહિ લે.. અને કોંગ્રેસ પક્ષ સંગઠિત થઈઅને લડશે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચીમાં કાર્યક્રમ યોજાયો હતો અને જિલ્લા ભર માંથી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો રહ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પુંજા વંશે કાર્યકરો ને સંગઠિત થઈ કોંગ્રેસ ને મજબૂત બનાવવા હાકલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ