પ્રધાનમંત્રી રોજગાર મેળામાં 51,000થી વધુ યુવાનોને અપાયો નિમણૂકપત્ર, વડોદરા વિભાગમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો
વડોદરા, 12 જુલાઈ (હિ.સ.)-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 12 જુલાઈ, 2025ના રોજ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 16મા રોજગાર મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે 51,000થી વધુ નવનિયુક્ત યુવાનોને સરકારી વિભાગોમાં નિમણૂકપત્રો વિતરણ કરાયા હતા અને તેમણે આ યુવા
Vadodara


વડોદરા, 12 જુલાઈ (હિ.સ.)-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 12 જુલાઈ, 2025ના રોજ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 16મા રોજગાર મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે 51,000થી વધુ નવનિયુક્ત યુવાનોને સરકારી વિભાગોમાં નિમણૂકપત્રો વિતરણ કરાયા હતા અને તેમણે આ યુવાનોને સંબોધિત પણ કર્યા હતા.

આ રોજગાર મેળા અંતર્ગત રેલવે, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ, પોસ્ટ વિભાગ, વીજળી, શ્રમ વગેરે સહિત લગભગ 14 મંત્રાલયોમાં ભરતી થયેલા યુવાનોને નિમણૂકપત્ર આપવામાં આવ્યા હતા. માત્ર ભારતીય રેલવે દ્વારા જ 47 સ્થળોએ મેળાનું આયોજન કરાયું હતું.

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં આ રોજગાર મેળાનું આયોજન પ્રતિાપનગર સ્થિત રેલવે ઓડિટોરીયમ ખાતે થયું હતું, જ્યાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિવલગાવાની વિધિ સાથે કરવામાં આવી હતી. વડોદરા વિભાગના ડિવિઝનલ મેનેજર રાજૂ ભડકેએ સ્વાગત ભાષણ આપ્યું હતું. મુખ્ય અતિથીએ નવનિયુક્ત યુવાનોને પ્રેરણાત્મક સંબોધન આપ્યું હતું.

આ અવસરે વડોદરાના સાંસદ હેમંગ જોશી, આનંદના સાંસદ મિતેશ પટેલ, છોટા ઉદેપુરના સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, વડોદરાની મેયર પિંકીબેન સોની તથા સ્થાનિક જનપ્રતિનિધિગણ હાજર રહ્યા હતા. વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબૂ, રેલવે વિભાગના અધિકારીઓ અને સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય અતિથિ દ્વારા 60 નવનિયુક્ત ઉમેદવારોએ પોતપોતાના નિમણૂકપત્રો મેળવ્યા, જેમાં પોસ્ટલ વિભાગ અને સીબીઆઈસી (રેવેન્યૂ વિભાગ)ના ઉમેદવારો પણ સામેલ હતા. ખાસ કરીને પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના 48 ઉમેદવારોને નિમણૂકપત્ર આપવામાં આવ્યા.

આ ઉપરાંત વડોદરા સિવાય પશ્ચિમ રેલવેના અમદાવાદ, રાજકોટ અને રતલામ વિભાગના કુલ 347 નવનિયુક્ત ઉમેદવારોને પણ રોજગાર મેળાના અવસરે નિમણૂકપત્ર આપવામાં આવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રોજગાર સૃજન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું આ રોજગાર મેલો એક જીવંત ઉદાહરણ છે. તે દેશના યુવાનોને સશક્ત બનાવવા અને રાષ્ટ્રીય નિર્માણમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે એક સક્રિય પહેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande