કૈલાશ માનસરોવર યાત્રા: વિઝા પ્રક્રિયામાં વિલંબને કારણે, કાઠમંડુમાં 5000 થી વધુ ભારતીય યાત્રાળુઓ ફસાયા
કાઠમંડુ, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) કાઠમંડુમાં ચીની દૂતાવાસ દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા માટે વિઝા પ્રક્રિયામાં વિલંબને કારણે, 5000 થી વધુ ભારતીય યાત્રાળુઓ કાઠમંડુમાં ફસાયા છે. નેપાળમાં કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરતી પ્રવાસી અને ટ્રેકિંગ કંપન
કૈલાશ માનસરોવર જતા ભારતીય યાત્રાળુઓ


કાઠમંડુ, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) કાઠમંડુમાં ચીની દૂતાવાસ દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા માટે વિઝા પ્રક્રિયામાં વિલંબને કારણે, 5000 થી વધુ ભારતીય યાત્રાળુઓ કાઠમંડુમાં ફસાયા છે.

નેપાળમાં કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરતી પ્રવાસી અને ટ્રેકિંગ કંપનીઓએ ચીની દૂતાવાસને વિનંતી કરી છે કે, તેઓ વિઝા પ્રક્રિયામાં વિલંબ કર્યા વિના ભારતીય યાત્રાળુઓને કૈલાશ માનસરોવર યાત્રાને સરળ બનાવવા માટે મદદ કરે. ભારતીય યાત્રાળુઓ માટે કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરતી ટુર ઓપરેટરોની સંસ્થા, એસોસિએશન ઓફ કૈલાશ ટૂર ઓપરેટર્સ નેપાળના જનરલ સેક્રેટરી પ્રદીપ પંડિતે જણાવ્યું હતું કે, ચીની દૂતાવાસ દ્વારા વિઝા પ્રક્રિયામાં વિલંબને કારણે યાત્રાળુઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

નેપાળ અને ચીનને જોડતા તાતોપાની નાકા અને રાસુવા નાકા, આ વખતે પૂર, વરસાદ અને ભૂસ્ખલનને કારણે બંધ કરવામાં આવ્યા છે. આ કારણે, રોડ માર્ગે કૈલાશ માનસરોવર જતા ભારતીય યાત્રાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રમોદ પંડિતે જણાવ્યું હતું કે, હાલમાં કાઠમંડુમાં પાંચ હજારથી વધુ ભારતીય યાત્રાળુઓ ફસાયેલા છે.

તેમણે કહ્યું કે, નેપાળ સરકાર અને ટૂર ઓપરેટરો દ્વારા તેઓ વારંવાર ચીની દૂતાવાસના અધિકારીઓને વિઝા પ્રક્રિયામાં વિલંબ ન કરવા વિનંતી કરી રહ્યા છે, પરંતુ ચીની દૂતાવાસ સકારાત્મક પ્રતિભાવ આપી રહ્યું નથી. નેપાળના વિદેશ મંત્રાલયે પણ માહિતી આપી છે કે, તેઓ ચીની દૂતાવાસ સાથે સંકલન કરી રહ્યા છે. વિદેશ સચિવ અમૃત રાયે કહ્યું કે, તેઓ પોતે ચીની રાજદૂતને મળ્યા છે અને આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande