મુંબઈ, નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.). દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં સ્થાનિક રોકાણકારોને બોન્ડ જારી કરીને 20 હજાર કરોડ રૂપિયા એકત્ર કરશે. એસબીઆઈ બોર્ડે બોન્ડ જારી કરવાની યોજનાને મંજૂરી આપી છે. સ્ટેટ બેંકે બુધવારે શેરબજારને માહિતી આપી હતી કે, તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બેસલ III-અનુપાલન વધારાના ટાયર-1 અને ટાયર-2 બોન્ડ જારી કરીને 20,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી છે. એસબીઆઈ એ એક્સચેન્જોને જણાવ્યું હતું કે, બેંક ચાલુ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સ્થાનિક રોકાણકારોને બોન્ડ જારી કરશે. આ માટે, જ્યાં જરૂર પડે ત્યાં ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે.
નોંધનીય છે કે, ભંડોળ એકત્ર કરવાની જાહેરાત પછી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ધિરાણકર્તાના શેર લગભગ 2 ટકા વધીને દિવસના ઉચ્ચતમ સ્તર 832 રૂપિયા પર પહોંચી ગયા. એસબીઆઈ ના શેર પાછળ રહી ગયા છે, છેલ્લા 12 મહિનામાં લગભગ 6 ટકાનો ઘટાડો થયો છે. જોકે, તેઓ 2025 માં અત્યાર સુધીમાં 5 ટકાનું સકારાત્મક વળતર આપવામાં સફળ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ