મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : શ્રી સમસ્ત બાર ગામ સમાજ યુવા સંગઠન દ્વારા મહિલાઓના આરોગ્યના રક્ષણ માટે એક મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે આજે સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ અભિયાનની ઉદઘાટન સાથે જ પ્રાથમિક તબક્કાની શરુઆત કરી દેવામાં આવી છે. HPV વાયરસ સામે રક્ષણ આપતી આ રસીનો પહેલો ડોઝ માં આજે મહેસાણા, ચાણસ્મા, અને પલાસર ગામમાં અપાઈ હતી. જેમાં આજે બહેનોને 445 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
અભિયાન અંતર્ગત રસીકરણ કેમ્પની શરૂઆત થઈ હતી. જ્યાં વિવિધ ગામોમાં વિશેષ આયોજન સાથે રસીકરણ કેન્દ્રો કાર્યરત કરાયા હતાં.જેમાં ચાણસ્મા – પાટણ શહેર ભાણાણી ની વાડી, સવડીયા કૂવા પાસે,મહેસાણા પરા ઉમિયા વાડી, પરા પાટીદારની વાડી પાસે, પલાસર શીતલદા સંસ્કાર ભવન, હરિસિદ્ધ માતાજી મંદિર અને મહેસાણા ઘરતી હાઉસ, સપના માર્કેટની બાજુમાં, રાધનપુર રોડ આ જગ્યાઓએ રસી મુકાઈ હતી.
આ પહેલ શ્રી બાર ગામ સમાજ ઊંઝા સમસ્ત આરોગ્ય સેવા યોજનાના માધ્યમથી અમલમાં મુકાઈ છે. સમાજની દીકરીઓ માટે આરોગ્યની દૃષ્ટિએ અહમ માનવામાં આવતી HPV રસી, જેણે ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સરના જોખમમાં ઘટાડો કરી શકે છે, તે તેમને સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR