ઉંઝાની રિષ્ટી પટેલનું ઇનોવેશન રાજ્ય સ્તરે છવાયું, SSIP હેઠળ 20,000 નું ઈનામ મેળવી સફળતા મેળવી
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણાના જોયસ હબ ટાઉન ખાતે ગુજરાત રાજ્ય સરકારના Student Start-up and Innovation Policy (SSIP) 2.0 અંતર્ગત ઇનોવેટિવ વિચારો માટે આયોજિત કાર્યક્રમમાં રાજ્યની શાળાઓ અને કોલેજોના કુલ 40 વિધાર્થીઓને માન્યતા અપાઈ હતી. આ પ્રસંગ
ઉંઝાની રિષ્ટી પટેલનું ઇનોવેશન રાજ્ય સ્તરે છવાયું, SSIP હેઠળ ₹ 20,000 નું ઈનામ મેળવી સફળતા મેળવી


ઉંઝાની રિષ્ટી પટેલનું ઇનોવેશન રાજ્ય સ્તરે છવાયું, SSIP હેઠળ ₹ 20,000 નું ઈનામ મેળવી સફળતા મેળવી


મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણાના જોયસ હબ ટાઉન ખાતે ગુજરાત રાજ્ય સરકારના Student Start-up and Innovation Policy (SSIP) 2.0 અંતર્ગત ઇનોવેટિવ વિચારો માટે આયોજિત કાર્યક્રમમાં રાજ્યની શાળાઓ અને કોલેજોના કુલ 40 વિધાર્થીઓને માન્યતા અપાઈ હતી.

આ પ્રસંગે મહેસાણા જિલ્લાના કુલ 14 વિધાર્થીઓનો સમાવેશ થયો હતો જેમાં ઊંઝાની શ્રી કન્યા કેળવણી મંડળ સંચાલિત સેકન્ડરી કન્યા વિદ્યાલય (Day School)ની વિદ્યાર્થીની રિષ્ટી સૂર્યકાન્ત પટેલના પ્રોજેક્ટની પસંદગી થઈ હતી.

તેણે આરોગ્ય અને શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા સાંસદ શ્રી હરિભાઈ પટેલના હસ્તે ₹ 20,000 નો પુરસ્કાર સ્વીકાર્યો હતો. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તથા પૂર્વ કલેક્ટર નાગરાજન સાહેબ હાજર રહ્યા હતા.

આ ઇનોવેશન કાર્યક્રમમાં Nirma, ONGC, CERA, Ganpat University, Asian Paints, Dhirubhai Ambani University સહિતની ટોચની કંપનીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ અને પ્રોજેક્ટ વિચારોની માહિતી લીધી હતી. તેમણે જાહેરાત કરી હતી કે પસંદ થયેલા પ્રોજેક્ટના વિકાસ માટે સમગ્ર ખર્ચ કંપનીઓ અને સંસ્થાઓ તરફથી ભરી લેવાશે.

આ સફળતામાં માર્ગદર્શક તરીકે કિરણબેનનું મહત્વનું યોગદાન રહ્યું હતું. આચાર્ય રાજશ્રીબેન પટેલે રિષ્ટી તથા તેની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા અને શાળાના નામને રોશન કરનાર વિદ્યાર્થીઓને વધાવી લીધા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande