અમરેલી, 28 જુલાઈ (હિ.સ.) : સાવરકુંડલા ખાતે શ્રી વી.ડી. કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજમાં અમરેલી જિલ્લા સહકારી સંઘના સંકલનથી ૬ દિવસીય યુવક સહકારી શિક્ષણ વર્ગનો શુભારંભ થયો। સહકાર અને યુવાનોના સશક્તિકરણ માટે આયોજિત આ વર્ગનું ઉદઘાટન વિશિષ્ટ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું।
આ પ્રસંગે એ.પી.એમ.સી. સાવરકુંડલાના અધ્યક્ષ દીપકભાઈ માલાણી, જિલ્લા સહકારી સંઘના ડાયરેક્ટર શ્રી શરદભાઈ પંડ્યા, ચિંસાઈ સમિતિના પ્રમુખ લાલજીભાઈ મોર, જિલ્લા પંચાયતના સદસ્ય શરદભાઈ ગોદાણી, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, કોલેજના પ્રિન્સિપાલ એસ.સી. રવૈયા, યુથ કમિટીના ડાયરેક્ટર અમરસિંહ રાઠોડ, કોલેજ કેમ્પસ કો-ઓપરેટિવ સોસાયટીના અધ્યક્ષ ભાગ્યશ્રીબેન શિલુ અને અન્ય સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।
કાર્યક્રમમાં શુભેચ્છા પ્રવચનો દ્વારા સહકારના મૂલ્યો, સહકાર ક્ષેત્રે યુવાનોની ભૂમિકા અને સહકારી સંસ્થાઓના વાટાઘાટ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. છ દિવસ ચાલનારા આ તાલીમ વર્ગમાં વિદ્યાર્થીઓને સહકારી આંદોલનના ઇતિહાસ, નિયમો, વ્યવસ્થાપન તથા સંસ્થાકીય વિકાસ વિશે માર્ગદર્શન મળશે.
સહકારના વિકાસ માટે યુવાનોમાં જાગૃતિ લાવવા અને ભવિષ્યના નેતૃત્વની તૈયારી કરવા માટે કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અંતે આભાર વિધિ સાથે પ્રથમ દિવસનું સત્ર પૂર્ણ થય.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai