પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના છાયા વિસ્તારમાં વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના સેવાકીય પ્રોજેકટ “સેવા આપણાં આંગણે” અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા તથા પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદરના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના સહયોગથી સ્વસ્તિક પાર્ક,રામભાઈ મેપાભાઈ ફાર્મ હાઉસ,નવાપરા,છાંયા,પોરબંદર ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું તથા વય વંદના કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પનો ઉદ્દેશ્ય પોરબંદર શહેરના આરોગ્ય સંબંધી પ્રશ્નોનું નિદાન કરવા અને તેમને નિઃશુલ્ક સારવારની સુવિધા પુરી પાડવાનો તથા 70 વર્ષથી ઉપરની ઉમરના વૃદ્ધ લોકોના આયુષ્યમાન કાર્ડ,રાશન કાર્ડ,વિધવા સહાય,સંદર્ભ કાર્ડ,ચુંટણી કાર્ડ,વ્હાલી દીકરી યોજના તથા આવકનો દાખલો કઢાવવાનો હોય તો તેના માટેની કામગીરી કરવાનો હતો.
આ કેમ્પમાં અનેક નિષ્ણાંત ડોક્ટરોની ટીમે સેવાઓ આપી હતી, જેમ કેજનરલ મેડિસિન ડો.જય પાઠક,ડો.દિનેશ વાઢીયા અને ડો. હરીરાજસિંહ ચુડાસમા,આંખના રોગો ડો. રેહાન મહેતા,હાડકાના રોગો (ઓર્થોપેડિક) ડો. નિતિન પોપટ,ઈ.એન.ટી. વિભાગ ડો. સાગર ચૌહાણ,બાળકોના રોગો ડો. મહર્ષિ
બી.અપારનાથી,ચામડીના રોગો ડો. દર્શીલ કંટારીયા,દાંતના રોગો: ડો.પરાગ મજીઠીયાએ સેવા આપી હતી.આ કેમ્પમાં સહયોગી સ્ટાફમાંફાર્મસીસ્ટ થાનકી માનસી બી.(યુ.પી.એચ.સી. છાંયા) તથા દર્શીત મોનાણી(સિવીલ),લેબ ટેક્નિશ્યન દેવશી ઓડેદરા,નર્સિંગ સ્ટાફ સરફરાજ ગજ અને સોનલ શીંગરખિયા (યુ.પી.એચ.સી. છાંયા)વર્ગ-4 કર્મચારી શિવમ ઝાલા,એમ્બ્યુલન્સ ડ્રાઈવર અર્જુન રણમલ ગોઢાણીયા હતા.આ સાથે જ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, ભાવસિંહજી જનરલ, મહારાણી રૂપાળીબા લેડી હોસ્પિટલ અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની તબીબી ટીમ પણ હાજર રહી હતી. આરોગ્ય સેવાઓમાં બ્લડ અને યુરિન રિપોર્ટ માટે લેબોરેટરી સુવિધા,પોર્ટેબલ યુનિટ દ્વારા તપાસ,100 થી વધુ દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી,જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ,કેમ્પનું સંકલનનરેશભાઈ થાનકીએ કર્યું હતુ. આ કેમ્પમાં અતિથી વિશેષ તરીકે પોરબંદર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા, પાયોનિયર ક્લબ પોરબંદર તથા સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, ધર્મેશભાઈ પરમાર (કો-ઓર્ડીનેટર, ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ),ભાજપ અગ્રણી સામતભાઈ ઓડેદરા, રામભાઈ મેપાભાઈ ઓડેદરા,પ્રતાપભાઈ ગીગાભાઈ ઓડેદરા,પુર્વ કાઉન્સેલર અરભમભાઈ પરમાર તેમજ દેવુભાઈ પંડયા સમસ્ત બ્રહ્મસમાજ શહેર મહામંત્રી, દેવવ્રત જોષી, મનોજ જલા ગોઢાણીયા, ભોજાભાઈ કુછડીયા,રાજાભાઈ ઓડેદરા,રાજશીભાઈ ઓડેદરા,કિશોરભાઈ પ્રેમગર,નિલેષગર ગૌસ્વામી, દેવાભાઈ પરમાર,દિનેશ આગઠ,ચિરાગ ડાભી,જગદીશ ચૌહાણ,અલ્ફાઝ નિગામણા,દિવ્યેશ સાદીયા વગેરે હાજર રહ્યા હતા.
આ કેમ્પે સમાજને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી, અને આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપ્યુ હતુ.પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના સેવાકીય પ્રોજેકટ “સેવા આપણાં આંગણે” અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા તથા પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદરના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના સહયોગથી આ સેવાકીય કાર્યક્રમો આગળ પણ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya