રોગચાળાએ માઝા મૂકી : જામનગરના હાપામાં કમળાથી એક મહિલાનું મોત
જામનગર, 28 જુલાઈ (હિ.સ.) : જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળાએ માઝા મૂકી છે. દરરોજ ૫ થી ૬ કેસ જી.જી.હોસ્પિટલમાં અને ૭ થી ૮ કેસ ખાનગી હોસ્પિટલમાં જોવા મળે છે, એક તરફ નવા પાણીને કારણે વાયરલ ઇન્ફેકશનના કેસ વધી ગયા છે, તાવ, પેટના દુ:ખ
કમળો


જામનગર, 28 જુલાઈ (હિ.સ.) : જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળાએ માઝા મૂકી છે. દરરોજ ૫ થી ૬ કેસ જી.જી.હોસ્પિટલમાં અને ૭ થી ૮ કેસ ખાનગી હોસ્પિટલમાં જોવા મળે છે, એક તરફ નવા પાણીને કારણે વાયરલ ઇન્ફેકશનના કેસ વધી ગયા છે, તાવ, પેટના દુ:ખાવાના કેસો વધતા જાય છે ત્યારે હાપામાં રહેતી એક મહિલાનું કમળો થયા બાદ સારવાર દરમ્યાન તેણીનું જી.જી.હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.

મળતી માહિતી પ્રમાણે હાપામાં રહેતા ગીતાબા કારૂભા જાડેજા (૫૯) શિવશકિત સોસાયટી હાપાને છેલ્લા બે મહીનાથી કમળાની બિમારી હોય તા.૧૪ના રોજ જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, તેનું સારવાર દરમ્યાન કમળાના કારણે મોત થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT


 rajesh pande