પાટણમાં દત ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાંથી જુગારધામ પકડાયું, આઠ ઝડપાયા
પાટણ, 28 જુલાઈ (હિ.સ.) : પાટણના રોકડિયા ગેટ મુકામ મુજપુરા ખડકી વિસ્તારમાં આવેલી દત ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં પોલીસે જુગારધામ પકડ્યું છે. પાટણ બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આઠ શખ્સોને કુલ રૂ. 2,24,250ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર,
પાટણમાં દત ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાંથી જુગારધામ પકડાયું, આઠ ઝડપાયા


પાટણ, 28 જુલાઈ (હિ.સ.) : પાટણના રોકડિયા ગેટ મુકામ મુજપુરા ખડકી વિસ્તારમાં આવેલી દત ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં પોલીસે જુગારધામ પકડ્યું છે. પાટણ બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આઠ શખ્સોને કુલ રૂ. 2,24,250ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ડાહ્યા પરમારે પોતાની દત ઇન્ડસ્ટ્રીઝની ઓફિસના બંધ રૂમમાં તીનપત્તીનો જુગાર રમાડતો હતો. તેઓએ અંગત નફા માટે બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો અને હારજીત પર પૈસાની લેનદેન કરાવતો હતો.

આ દરોડા દરમિયાન ડાહ્યા પરમાર (49), જગદીશ પટેલ (50), નરેશ ઠક્કર (39), ભુપેન્દ્ર ઠક્કર (40), દિલીપકુમાર સતવાણી (39), ગૌરાંગ નંદકુમાર પરીખ (53), મુકેશ પટેલ (45) અને હરેશકુમાર ઠક્કર (57) સહિત કુલ આઠ આરોપીઓને પકડવામાં આવ્યા છે. પોલીસે આ વખતે રૂ. 1,39,250 રોકડા, 52 નંગ ગંજીપાના, 8 મોબાઈલ ફોન (કિંમત રૂ. 85,000) અને 282 ટોકન મળી કુલ રૂ. 2,24,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande