પાટણ, 28 જુલાઈ (હિ.સ.)સરકારી વિનયન કોલેજ સાંતલપુરમાં સપ્તધારા પ્રવૃત્તિ અંતર્ગત 26 જુલાઈ, 2025ના રોજ ચિત્ર સ્પર્ધા અને રંગકલા કૌશલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન કોલેજના આચાર્ય ડૉ. રાજાભાઈ એન. આયરના હસ્તે કરવામાં આવ્યું હતું. કોલેજના વર્ગખંડમાં યોજાયેલી સ્પર્ધામાં 20થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ચિત્રો દ્વારા પોતાની સર્જનાત્મકતા અને કલ્પનાને અભિવ્યક્ત કરી હતી.
ચિત્ર સ્પર્ધામાં આયર માયાબેન બાબુભાઈએ પ્રથમ, આયર નયનાબેન નારણભાઈએ દ્વિતીય અને ઠક્કર તનિષા હસમુખભાઈએ તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. રંગકલા કૌશલ સ્પર્ધામાં જાડેજા દિવ્યરાજસિંહે પ્રથમ, પ્રજાપતિ મિત્તલ પ્રવીણભાઈએ દ્વિતિય અને મકવાણા મનીષા કિશનભાઇએ તૃતીય સ્થાન હાંસલ કર્યું હતું. સ્પર્ધા અંતે પ્રાધ્યાપકો દ્વારા શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરીને ક્રમ આપ્યા ગયા હતા.
આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વિકસી છે અને નવી પ્રેરણાનું સૌરભ પ્રસરી ગયું છે. કાર્યક્રમનું સફળ આયોજન સપ્તધારા કોર્ડિનેટર સુદાભાઇ આર. કટારાના નેતૃત્વમાં થયું હતું, જેમાં વીઝીટીંગ સ્ટાફ પ્રા. ઉષાબેન, આરતીબા અને પ્રિયાબેન સહિતના શિક્ષકોનો સહકાર રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર