પોરબંદરમાં વર્ષાઋતુ કંટ્રોલરૂમ પર શિક્ષકોની કામગીરી રદ કરવા રજુઆત
પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.) : તાજેતરમાંજ ઘેલા સોમનાથ ખાતે શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવતા ખુદ શિક્ષણમંત્રીએ આદેશ કરીને ‘શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી વિના અન્ય કામગીરી શિક્ષકને સોંપી શકાય નહીં’ તેમ જણાવ્યુ છે ત્યારે તેની અમલવારી કરાવવા પો
પોરબંદરમાં વર્ષાઋતુ કંટ્રોલરૂમ પર શિક્ષકોની કામગીરી રદ કરવા રજુઆત.


પોરબંદરમાં વર્ષાઋતુ કંટ્રોલરૂમ પર શિક્ષકોની કામગીરી રદ કરવા રજુઆત.


પોરબંદરમાં વર્ષાઋતુ કંટ્રોલરૂમ પર શિક્ષકોની કામગીરી રદ કરવા રજુઆત.


પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.) : તાજેતરમાંજ ઘેલા સોમનાથ ખાતે શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવતા ખુદ શિક્ષણમંત્રીએ આદેશ કરીને ‘શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી વિના અન્ય કામગીરી શિક્ષકને સોંપી શકાય નહીં’ તેમ જણાવ્યુ છે ત્યારે તેની અમલવારી કરાવવા પોરબંદર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ અને પોરબંદરમાં શિક્ષકોને સોંપવામાં આવેલ વર્ષાઋતુ કંટ્રોલરૂમની કામગીરી રદ કરવા માંગ કરી હતી.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ લાખાભાઇ ચુંડાવદરા અને મહામંત્રી વેજાભાઇ કોડીયાતરે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યુ હતુ કે હાલમાંજ ઘેલા સોમનાથ ખાતે શિક્ષકોને અન્ય કામગીરીના સોંપવામાં આવેલ ફરજોના આદેશ રદ કરવા . જો આદેશો રદ કરવામાં નહી આવે તો અમો તા.15-8-2025ના રોજ પોરબંદર આવનાર મુખ્યમંત્રીને મળશે અને વિરોધ પણ નોંધાવશે તેવી ચેતવણી આપી હતી. પાઠવાયેલા પત્રમાં જણાવ્યુ હતુ કે મામલતદાર પોરબંદર મારફતે વર્ષાઋતુ 2025 કંટ્રોલરૂમ કામગીરીના આદેશ પ્રાથમિક શિક્ષકોને કરવામાં આવેલ છે.સંદર્ભ -2 વાળા પત્ર અન્વયે બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમન કલમ નં. ૨૭ અન્વયે આવી કામગીરી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી લઇ શકાય નહી. આમ છતા જો લેવામાં આવે તો અદાલતના અનાદરનો પ્રશ્ન ઉદ્ભવે છે. આમ છતાં મામલતદાર, પોરબંદર મારફત તા. 05-06-2025થી તા. 30-8-2025 વર્ષાઋતુ કંટ્રોલરૂમ કામગીરીના આદેશો પોરબંદર તાલુકાના શિક્ષકોને કરેલ છે. હાલ શિક્ષકોની ઘટ હોય, શાળા શરૂ થવાની સાથેજ પ્રવેશોત્સવ વગેરે કામગીરી પણ હોય, અમારી કામગીરીથી શિક્ષણ પર માઠી અસર પડે છે તો આ આદેશો રદ કરવા આપને અમારી અપીલ છે. ઉપરોકત સંદર્ભ-2 વાળા પત્ર અન્વયે આવી કામગીરી શિક્ષકો પાસેથી ન લેવા આદેશ થયેલ છે. આમ છતાં જો આદેશ કરવામાં આવશે અને ભવિષ્યમાં અદાલતના અનાદરનો પ્રશ્ન ઉદ્ભવશે તો તેની જવાબદારી જે તે આદેશ કરનાર અધિકારીની રહેશે. તેમ જણાવીને તે અંગે આવેદનપત્ર પાઠવીને જો ઓર્ડર રદ કરવામાં નહી આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande