એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલયની કબડ્ડીની ટીમો તાલુકામાં વિજેતા બની
પાટણ, 28 જુલાઈ (હિ.સ.) : સરસ્વતી તાલુકાના વાયડ મુકામે રમત ગમત વિભાગ દ્વારા આયોજિત તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શ્રી એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસાની અંડર-17 ભાઈઓની ટીમ અને અંડર-19 બહેનોની ટીમે સફળતા મેળવી છે. શાળાની અંડ
એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલયની કબડ્ડી ટીમો તાલુકામાં વિજેતા બની.


એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલયની કબડ્ડી ટીમો તાલુકામાં વિજેતા બની.


પાટણ, 28 જુલાઈ (હિ.સ.) : સરસ્વતી તાલુકાના વાયડ મુકામે રમત ગમત વિભાગ દ્વારા આયોજિત તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શ્રી એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસાની અંડર-17 ભાઈઓની ટીમ અને અંડર-19 બહેનોની ટીમે સફળતા મેળવી છે.

શાળાની અંડર-17 ભાઈઓની ટીમ તેમજ અંડર-19 બહેનોની ટીમ બંનેને વિજય મળ્યો છે અને હવે બંને ટીમો જિલ્લા કક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. સતત શ્રેષ્ઠ પ્રદર્શન સાથે શાળાએ ગુજરાતીમાં ગૌરવ મેળવ્યું છે. આ જીત બદલ શાળાના પ્રમુખ કેશાજી ઠાકોર, આચાર્ય દશરથભાઈ મોદી અને સમગ્ર સ્ટાફે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે અને ભાવિ ટૂર્નામેન્ટ માટે શુભેચ્છાઓ આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande