સમીના પી.આર. પરમાર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો ટેક્વોન્ડોમાં મેડલ વિજય
પાટણ, 28 જુલાઈ (હિ.સ.)28 જુલાઈ 2025ના રોજ એમ.એન. હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની શાળાકીય ટેક્વોન્ડો સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં સમીની પી.આર. પરમાર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરતા કુલ 12 મેડલ જીત્યા હતા, જેમાં અનેક વિજેતાઓએ પ્રથમ, દ્વિતીય
સમીના પી.આર. પરમાર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો ટેક્વોન્ડોમાં મેડલ વિજય


પાટણ, 28 જુલાઈ (હિ.સ.)28 જુલાઈ 2025ના રોજ એમ.એન. હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની શાળાકીય ટેક્વોન્ડો સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં સમીની પી.આર. પરમાર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરતા કુલ 12 મેડલ જીત્યા હતા, જેમાં અનેક વિજેતાઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કર્યું છે.

અંડર-17 વય જૂથમાં ઠાકોર અંકિત ગફુરજીએ 48-51 કિ.ગ્રા. વજન વર્ગમાં પ્રથમ સ્થાન અને ઠાકોર અનિરુદ્ધ દિનેશભાઈએ એ જ વર્ગમાં દ્વિતીય સ્થાન મેળવ્યો હતો. લુહાર મહિપાલ પિયુષભાઈએ 78+ કિ.ગ્રા.માં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. ઠાકોર સાગર રમેશભાઈએ 35-38 કિ.ગ્રા. અને રાવળ કેતન વિજયભાઈએ 41-45 કિ.ગ્રા.માં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, જયારે ઠાકોર અજીત નટવરજીએ 45-48 કિ.ગ્રા.માં તૃતીય સ્થાન મેળવ્યો હતો.

અંડર-19 વર્ગમાં ઠાકોર ગોપાલ ટીનાજી અને મકવાણા સુનિલ કાનજીભાઈએ કક્રમશઃ 41-45 કિ.ગ્રા. અને 45-48 કિ.ગ્રા.માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઠાકોર જયદીપ હરજીજીએ 41-45 કિ.ગ્રા.માં દ્વિતીય સ્થાન મેળવ્યો હતો. ઠાકોર મેહુલ વજાજી અને ઠાકોર નિકુલ સુધારજીએ પણ પોતપોતાના વજન વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જયારે ઠાકોર મૌલિક પ્રહલાદજીએ એ જ વર્ગમાં દ્વિતીય સ્થાન મેળવ્યો હતો.

વિદ્યાર્થીઓના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સ્પોર્ટ્સ કોચ શ્રી હરેશભાઈ ચાવડાએ તેમને તાલીમ આપી સફળતા સુધી પહોંચાડ્યા હતા. શાળા પરિવારે તેમના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનતને વખાણી હતી.

ટ્રસ્ટ પ્રમુખ જયેશભાઈ દુદખીયા, આચાર્ય ભાવસંગજી ઠાકોર, સુપરવાઇઝર સંજયભાઈ ઠાકોર અને શિક્ષકમંડળે તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને કોચશ્રીને અભિનંદન પાઠવીને ભાવિ માટે શુભકામનાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande