ભાવનગર એરપોર્ટ પર સફળ હોટ ફાયર ડ્રિલનું આયોજન કરાયું
ભાવનગર, 28 જુલાઈ (હિ.સ.) : ભાવનગર એરપોર્ટ પર આજે એરપોર્ટ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઈટિંગ (ARFF) ટીમ દ્વારા માસિક હોટ ફાયર ડ્રિલ સફળતાપૂર્વક યોજાઈ હતી. આ ડ્રિલનું મુખ્ય ઉદ્દેશ એ હતું કે જ્યારે પણ એરપોર્ટ પર કોઈ અચાનક આગ જેવી આપત્તિ સર્જાય ત્યારે તુરંત અને
ભાવનગર એરપોર્ટ પર સફળ હોટ ફાયર ડ્રિલનું આયોજન કરાયું


ભાવનગર, 28 જુલાઈ (હિ.સ.) : ભાવનગર એરપોર્ટ પર આજે એરપોર્ટ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઈટિંગ (ARFF) ટીમ દ્વારા માસિક હોટ ફાયર ડ્રિલ સફળતાપૂર્વક યોજાઈ હતી. આ ડ્રિલનું મુખ્ય ઉદ્દેશ એ હતું કે જ્યારે પણ એરપોર્ટ પર કોઈ અચાનક આગ જેવી આપત્તિ સર્જાય ત્યારે તુરંત અને અસરકારક પ્રતિસાદ આપીને જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

હોટ ફાયર ડ્રિલ દરમિયાન આગ લાગવાના કૃત્રિમ પ્રસંગનો માળખાગત અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં આગની તીવ્રતા, દ્રશ્યમાનતા અને અવાજની સ્થિતિમાં પણ ટીમ કેવી રીતે એકઝોટ રીતે કામગીરી કરે છે તેનો અભ્યાસ થયો હતો. ફાયર ફાઈટર્સ દ્વારા આગ બુઝાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને ટેકનિકનો પણ આ કાર્યક્રમમાં અભ્યાસ કરવામાં આવ્યો.

ARFF ટીમના સભ્યો દ્વારા સંપૂર્ણ સજાગતા, સમયસર પ્રતિસાદ અને સંકલિત ટીમ વર્ક દ્વારા ખૂબ જ અસરકારક રીતે સમગ્ર ડ્રિલ પાર પાડવામાં આવી. ડ્રિલ દરમ્યાન સાફ્ટી પ્રોટોકોલ્સ, કોમ્યુનિકેશન, ઇવેક્યુએશન પ્રક્રિયા અને મેડિકલ ઇમરજન્સી પ્રક્રિયાઓનું પણ પુનઃઆસ્વાધન થયું. વિમાની સેવા, પેસેન્જરો અને સ્ટાફની સલામતી માટે આવા પ્રકારના ડ્રીલ્સ અતિ આવશ્યક છે.

આ કાર્યક્રમ દ્વારા “સલામતી પહેલા, હંમેશા!” ના સૂત્રને સર્વોપરી રાખી ભવિષ્યમાં શક્ય તેટલી કટોકટીની સ્થિતિમાં ઝડપથી અને નિપુણતાપૂર્વક પ્રતિસાદ આપવા માટેની તૈયારી દર્શાવવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande