ગીર સોમનાથ 3 જુલાઈ (હિ.સ.) સ્ટોપ ડાયેરિયા ઝૂંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ઝાડાને કારણે થતા બાળ મૃત્યુદરને શૂન્ય કરવાનો છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી પ્લાન ઈન્ડિયા દ્વારા અમલિત સેલ્ફ-કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર ૫ પ્રોજેક્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
આ ઝુંબેશના ભાગરૂપે નવી માતાઓ અને બાળકો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાંસલી ખાતે કલેક્ટર એન. વી. ઉપાધ્યાયના વરદ હસ્તે નવીન ઓઆરએસ અને ઝિંક કોર્નરનું લોકાર્પણ કરી ખૂલ્લુ મુકવામાં આવ્યું.જેમાં સાબુથી હાથ ધોવા, સ્તનપાન, ઓઆરએસ તૈયારી, ૧૪-દિવસ ઝીંક સારવાર, રોટાવાયરસ રસીકરણ, સામુદાયિક સ્વચ્છતા અને સ્વચ્છ પીવાના પાણી સહિત વ્યાપક ઝાડા નિયંત્રણ માટે WHO ની ૭-પોઇન્ટ યોજના પર મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડો. પરમજીત બરુઆ, પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી ડો. અરુણ રોય, કોડીનાર તાલુકા આરોગ્ય અધિકારી, ડો. એમ. આર. પઢિયાર, સુત્રાપાડા તાલુકાના મામલતદાર યુ. એસ. ગૌડા અને તાલુકા વિકાસ અધિકારી બગથરીયા, મેડિકલ ઓફિસર ડો. રવિ ડોડીયા, આયુષ મેડિકલ ઓફિસર ડો. વિજય ઝણકાત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ