નવી દિલ્હી, 3 જુલાઈ (હિ.સ.). વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગના કારણે, ભારત અંડર-19 ટીમે બુધવારે નોર્થમ્પ્ટનમાં રમાયેલી ત્રીજી યુવા વનડેમાં ઇંગ્લેન્ડ અંડર-19 પર ચાર વિકેટથી જીત મેળવી. વરસાદને કારણે મેચ 40 ઓવર પ્રતિ ઇનિંગ સુધી ઘટાડી દેવામાં આવી હતી.
14 વર્ષના સૂર્યવંશીએ 31 બોલમાં 86 રનની વિસ્ફોટક ઇનિંગ રમી અને ભારતના 269 રનના લક્ષ્યનો પાયો ઝડપથી નાખ્યો. તેણે માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારી, જે ભારત માટે અંડર-19 વનડેમાં બીજી સૌથી ઝડપી અડધી સદી બની. આ પહેલા સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ ઋષભ પંતના નામે હતો, જેમણે 2016માં નેપાળ સામે 18 બોલમાં અડધી સદી ફટકારી હતી.
સૂર્યવંશી પછી, નીચલા ક્રમના બેટ્સમેન કનિષ્ક ચૌહાણ અને આરએસ અંબરીશએ, સાતમી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી, જેણે ભારતને લક્ષ્ય સુધી પહોંચવામાં મુખ્ય ભૂમિકા ભજવી અને ભારતે મેચ જીતી લીધી.
આ પહેલા, બીજે ડોકિન્સની અડધી સદીથી ઇંગ્લેન્ડનો દાવ મજબૂત બન્યો હતો અને કેપ્ટન થોમસ રેવ ની બેટિંગ એ દાવને વધુ મજબુત બનાવ્યો. કનિષ્ક ચૌહાણ ભારત માટે સૌથી સફળ બોલર હતા, તેમણે ત્રણ વિકેટ લીધી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ