એજબેસ્ટન ટેસ્ટ: શુભમન ગિલની ઐતિહાસિક સદી, સિરાજ-આકાશદીપની ઘાતક બોલિંગથી ભારત વિજય તરફ અગ્રેસર
બર્મિંગઘમ, નવી દિલ્હી, 06 જુલાઈ (હિ.સ.) એજબેસ્ટન ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં, પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને ઈંગ્લેન્ડને સંપૂર્ણપણે બેકફૂટ પર મૂકી દીધું. શુભમન ગિલે પોતાની શાનદાર બેટિંગથી રે
ક્રિકેટ


બર્મિંગઘમ, નવી દિલ્હી, 06 જુલાઈ (હિ.સ.)

એજબેસ્ટન ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં, પોતાનું

વર્ચસ્વ જાળવી રાખ્યું અને ઈંગ્લેન્ડને સંપૂર્ણપણે બેકફૂટ પર મૂકી દીધું. શુભમન

ગિલે પોતાની શાનદાર બેટિંગથી રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું, તો મોહમ્મદ સિરાજ

અને આકાશદીપના, ઝડપી બોલે ઈંગ્લેન્ડના બેટ્સમેનોની મુશ્કેલીઓ વધારી દીધી. ભારતે

પોતાનો બીજો દાવ 427/6 પર ડિકલેર કર્યો

અને ઈંગ્લેન્ડ સામે 608 રનનો વિશાળ

લક્ષ્યાંક મૂક્યો. જવાબમાં,

ઈંગ્લેન્ડે

દિવસની રમતના અંત સુધીમાં 3 વિકેટે 72 રન બનાવ્યા.

ભારતીય કેપ્ટન શુભમન ગિલે બીજી દાવમાં 161 રનની શાનદાર

ઇનિંગ રમી. તેણે 162 બોલમાં, 13 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા.

આ પહેલા, તેણે પહેલી

દાવમાં 269 રન બનાવ્યા હતા.

ગિલ એક જ ટેસ્ટમાં બેવડી સદી અને સદી ફટકારનાર ભારતનો, બીજો અને વિશ્વનો નવમો

બેટ્સમેન બન્યો છે. તેમના પહેલા સુનિલ ગાવસ્કરે, ભારત માટે આ સિદ્ધિ મેળવી હતી.

ભારતે દિવસની શરૂઆત, એક વિકેટે 64 રનથી કરી હતી.

કરુણ નાયર (26 રન) ફરી એકવાર

સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવી શક્યો ન હતો. કેએલ રાહુલે શાનદાર 55 રન બનાવ્યા.જ્યારે ઋષભ પંતે 58 બોલમાં 65 રનની આક્રમક

ઇનિંગ રમી. અંતે, રવિન્દ્ર જાડેજાએ

69* રન બનાવીને ટીમની

ઇનિંગને મજબૂત બનાવી. ભારતે 427 રન બનાવ્યા બાદ ઇનિંગ ડિક્લેર કરી અને ઇંગ્લેન્ડને જીત

માટે 608 રનનો ટાર્ગેટ

આપ્યો.

ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ, ખૂબ જ ખરાબ શરૂઆત થઈ. મોહમ્મદ

સિરાજે જેક ક્રોલી (9) ને આઉટ કરીને

ભારતને પ્રથમ સફળતા અપાવી.

ત્યારબાદ આકાશદીપે પહેલા બેન ડકેટ (25) ને શાનદાર

ઇનસ્વિંગથી બોલ્ડ કર્યો. આ પછી, જો રૂટ (6) ને આઉટ કરીને, ભારતે મેચમાં ભારતીય ટીમને ડ્રાઇવિંગ સીટ પર મૂકી દીધી.

જોકે, ઓલી પોપ (24)* અને હેરી બ્રુક (15)* રમતના અંત સુધી

ક્રીઝ પર રહ્યા અને ઇંગ્લેન્ડની આશા જીવંત રાખી. ઇંગ્લેન્ડ હજુ પણ લક્ષ્યથી 536 રન પાછળ છે.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande