વિમ્બલ્ડન 2025: ડીમિત્રોવની નિવૃત્તિએ, જાનિક સિનરને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડ્યો
લંડન, નવી દિલ્હી, 8 જુલાઈ (હિ.સ.) વિશ્વના નંબર એક જાનિક સિનર, સોમવારે વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા, જ્યારે બલ્ગેરિયાના અનુભવી ખેલાડી ગ્રિગોર ડીમિત્રોવે ઈજાને કારણે મેચમાંથી નિવૃત્તિ લીધી. ડીમિત્રોવે, પહેલા બે સેટમાં શાનદ
વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ


લંડન, નવી દિલ્હી, 8 જુલાઈ (હિ.સ.) વિશ્વના નંબર એક જાનિક સિનર, સોમવારે વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા, જ્યારે બલ્ગેરિયાના અનુભવી ખેલાડી ગ્રિગોર ડીમિત્રોવે ઈજાને કારણે મેચમાંથી નિવૃત્તિ લીધી.

ડીમિત્રોવે, પહેલા બે સેટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને મેચમાં 6-3, 7-5, 2-2 ની લીડ મેળવી, પરંતુ પછી તેને પેક્ટોરલ (છાતીના સ્નાયુ) ની ઈજાને કારણે રમત અધવચ્ચે છોડી દેવી પડી.

સેન્ટર કોર્ટ પર રમાયેલી આ મેચ પહેલા સતત 36 રમતોમાં પોતાની સર્વિસ ગુમાવનાર સિનરને, પહેલી જ રમતમાં ડીમિત્રોવે 2-0 ની લીડ મેળવીને બ્રેક મારી દીધી. 34 વર્ષીય ડીમિત્રોવે પહેલો સેટ સરળતાથી જીતીને દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા.

બીજા સેટ દરમિયાન પડી જતા સિનરને તેની જમણી કોણીમાં ઈજા થઈ હતી, જેના કારણે તેણે મેડિકલ ટાઈમઆઉટ લીધો હતો. જોકે આ સમય દરમિયાન ડીમિત્રોવે પોતાની એક સર્વ ગુમાવી દીધી, છતાં તેણે બીજો સેટ જીતી લીધો અને મેચમાં પોતાની લીડ જાળવી રાખી.

જ્યારે ત્રીજા સેટમાં સ્કોર 2-2 હતો, ત્યારે ડીમિત્રોવ અચાનક સર્વિસ કર્યા પછી પડી ગયો અને પીડાથી કોર્ટ પર સૂઈ ગયો. તે પોતાના આંસુ રોકી શક્યો નહીં અને આખરે મેચ છોડી દેવાનો નિર્ણય લેવો પડ્યો.

આ અણધાર્યા વળાંકથી સિનરને રાહત મળી અને તે વિમ્બલ્ડન 2025ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande