રિયો ડી જનેરિયો, નવી દિલ્હી, ૦9 જુલાઈ (હિ.સ.)
બ્રાઝિલની ટોચની ફૂટબોલ લીગ સેરી એ ના અગ્રણી ક્લબ બોટાફોગોએ, મંગળવારે દાવિદે અંચલોટીને
તેના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી. દાવિદે બ્રાઝિલ રાષ્ટ્રીય
ટીમના મુખ્ય કોચ કાર્લો અંચલોટીના પુત્ર છે.
35 વર્ષીય દાવિદે
ડિસેમ્બર 2026 સુધી કરાર પર
હસ્તાક્ષર કર્યા છે. ક્લબની સત્તાવાર વેબસાઇટ પર જારી કરાયેલા એક નિવેદનમાં
કહેવામાં આવ્યું છે કે,
દાવિદે અંચલોટીની નિમણૂક અમારા રમત પ્રોજેક્ટને મજબૂત બનાવવા તરફનું એક વધુ
વ્યૂહાત્મક પગલું છે, જે નવીનતા, મહત્વાકાંક્ષા
અને આંતરરાષ્ટ્રીય માન્યતા પર આધારિત છે.
દાવિદે સાથે લુઇસ ટેવેનેટ અને એન્ડ્રુ મૈગન સહાયક કોચ તરીકે
જોડાશે.
દાવિદે અંચલોટીનો મુખ્ય કોચ તરીકેનો, આ પહેલો કાર્યકાળ હશે.
આ પહેલા, તેમણે તેમના પિતા
કાર્લો અંચલોટી સાથે નાપોલી, એવર્ટન, બાયર્ન મ્યુનિખ, રીયલ મેડ્રિડ અને હાલમાં બ્રાઝિલ રાષ્ટ્રીય ટીમમાં સહાયક
કોચ તરીકે કામ કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,” તે બ્રાઝિલ ટીમમાં પણ
પોતાની વર્તમાન ભૂમિકા જાળવી રાખશે.”
ફીફા ક્લબ વર્લ્ડ કપમાંથી, બહાર થયા બાદ બોટાફોગોએ ગયા
અઠવાડિયે તેના કોચ રેનાતો પાઈવને, બરતરફ કર્યા હતા. ક્લબે ગયા સિઝનમાં બ્રાઝિલિયન
સેરી એ અને કોપા લિબર્ટાડોરસ ટાઇટલ જીત્યા હતા.
બોટાફોગો હાલમાં બ્રાઝિલની 20 ટીમોની, ટોચની લીગમાં આઠમા ક્રમે છે અને
ઓગસ્ટમાં કોપા લિબર્ટાડોરસના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઇક્વાડોરના એલડીયુક્વિટોનો સામનો
કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ