અમેરિકામાં ફેડરલ કર્મચારીઓની છટણીનો રસ્તો સાફ થયો, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ટ્રમ્પના હાથ ખોલી દીધા
વોશિંગ્ટન, નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.) અમેરિકાની સુપ્રીમ કોર્ટે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાથ ખોલી દીધા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે, ફેડરલ વર્કફોર્સમાં કાપ મૂકવા અને ફેડરલ એજન્સીઓને નાબૂદ કરવાની તેમની યોજના પર પ્રતિબંધ
ૂીોસ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.) અમેરિકાની

સુપ્રીમ કોર્ટે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાથ ખોલી દીધા છે. સુપ્રીમ કોર્ટે

મંગળવારે, ફેડરલ વર્કફોર્સમાં કાપ મૂકવા અને ફેડરલ એજન્સીઓને નાબૂદ કરવાની તેમની

યોજના પર પ્રતિબંધ મૂકવાના નીચલી કોર્ટના નિર્ણયને ઉથલાવી દીધો. સુપ્રીમ કોર્ટના

નિર્ણયથી, ટ્રમ્પના માર્ગમાં એક મોટો કાનૂની અવરોધ દૂર થયો છે. તેઓ હવે મોટા પાયે,

ફેડરલ કર્મચારીઓને છટણી કરી શકે છે.

ધ ન્યૂયોર્ક ટાઇમ્સ અખબાર અને સીબીએસ ન્યૂઝ ચેનલના સમાચાર

અનુસાર, “સુપ્રીમ કોર્ટના

આ નિર્ણયથી હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ, રાજ્ય અને ટ્રેઝરી વિભાગો સહિત અન્ય એજન્સીઓના હજારો

કર્મચારીઓની નોકરી ગુમાવી શકે છે.” સમાચારમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે,”

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોનો આદેશ તકનીકી રીતે અસ્થાઈ છે. પરંતુ તે ટ્રમ્પને

તેમની યોજનાઓને અમલમાં મૂકવાની સ્વતંત્રતા આપે છે.”

આ વર્ષે મે મહિનામાં, એક ફેડરલ ન્યાયાધીશે વ્હાઇટ હાઉસના સરકારી કાર્યક્ષમતા

વિભાગમાં નોકરીઓ કાપવાની યોજના પર સ્ટે મૂક્યો હતો. આ પછી, ન્યાય વિભાગે

તાત્કાલિક રાહત માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. ટ્રમ્પે ફેબ્રુઆરીમાં એક

એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરીને, એજન્સીઓને મોટા પાયે સ્ટાફ ઘટાડાની યોજના બનાવવાનો

નિર્દેશ આપ્યો હતો. આ પછી,

ઓફિસ ઓફ પર્સનલ

મેનેજમેન્ટ અને ઓફિસ ઓફ બજેટ મેનેજમેન્ટમાં ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન, આ એક્ઝિક્યુટિવ

ઓર્ડરને ખાનગી કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

એટર્ની જનરલ પામ બોન્ડીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયની પ્રશંસા

કરી હતી અને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે અરાજક નીચલી અદાલતોને ફેડરલ

કર્મચારીઓ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પના, અધિકારને પ્રતિબંધિત કરતા અટકાવી દીધા છે.

ન્યાય વિભાગના વકીલોને કારણે સુપ્રીમ કોર્ટમાં બીજી જીત. હવે, ફેડરલ એજન્સીઓ

પહેલા કરતા વધુ કાર્યક્ષમ બનશે.

મજૂર સંગઠનો, બિન-લાભકારી સંસ્થાઓ, શહેરો અને કાઉન્ટીઓના ગઠબંધને સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર

નિરાશા વ્યક્ત કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આજનો નિર્ણય આપણા

લોકશાહી માટે ગંભીર આંચકો છે. આ નિર્ણયથી અમેરિકન લોકો જેના પર નિર્ભર છે તે સેવાઓ

ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે. કોંગ્રેસની મંજૂરી વિના ફેડરલ કર્મચારીઓને, રેન્ડમ

રીતે કાઢી મૂકવી બંધારણ અનુસાર નથી.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande