નવી દિલ્હી 11 ઓગસ્ટ (હિ.સ.) અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાએ, ભારતમાં પોતાનો બીજો શોરૂમ ખોલ્યો છે. કંપનીએ મુંબઈ પછી, સોમવારે નવી દિલ્હીમાં પોતાનો બીજો શોરૂમ શરૂ કર્યો છે. આ નવું ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટર, એરોસિટી વર્લ્ડમાર્ક 3 બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત છે.
કંપનીના જણાવ્યા અનુસાર, એરોસિટી વર્લ્ડમાર્ક કોમ્પ્લેક્સમાં ટેસ્લાનો બીજો શોરૂમ 8,200 ચોરસ ફૂટમાં બનેલો છે, જે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક છે. આ ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટર એનસીઆરના ગ્રાહકોને સેવા આપશે. નવી દિલ્હીનો આ વિસ્તાર એક ઉચ્ચ કક્ષાનો બિઝનેસ અને હોસ્પિટાલિટી હબ છે, જ્યાં લક્ઝરી હોટલો, મોટી કંપનીઓની ઓફિસો અને હાઇ-પ્રોફાઇલ રિટેલ સ્ટોર્સ હાજર છે.
કંપનીએ અગાઉ 15 જુલાઈના રોજ, મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં, મેકર મેક્સિકો મોલમાં પોતાનો પહેલો ભારતીય શોરૂમ ખોલ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિલ નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ