પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર અને દેવભૂમિ દ્વારકા મધ્યે આવેલ સિંહ નું બીજું ઘર બની ગયું બરડા ડુંગર 100 વર્ષ કરતા વધુ સમય પછી સિહોએ અહીં વસવાટ શરુ કર્યું છે જેની જાણવણી અને આરોગ્યની ચિંતા વનવિભાગ કરી રહ્યું છે. અહીં આવતા પ્રવાસીઓ પ્લાસ્ટિકના ઝબલા અને પાણીની બોટલો લઈ આવે છે જેને વનવિભાગ કપૂરડી ચેકપોસ્ટ પર રોકી ચેક કરી અને બરોબર રાખવી દે છે. અહીં ડુંગરમાં ગંદકી ન થાય અને વન્ય પ્રાણીઓના પેટમાં પ્લાસ્ટિક ન જાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
પોરબંદરથી લગભગ 40 કિમી દૂર આવેલ બરડા અભયારણ્યનો મુખ્ય માર્ગ કપૂરડી નાકા ચેકપોસ્ટથી શરુ થાય છે. જ્યાંથી બરડા અભ્યારણ્યમાં જવા-આવવાની એન્ટ્રી છે. વેકેશન અને ધાર્મિક તહેવારોમાં અહીં પ્રવાસીઓનો ઘસારો ગીરની જેમ જોવા મળી રહ્યો છે અને લોકો મોટી સંખ્યામાં કુદરતના ખોલે પ્રવાસ માટે બરડા સફારી પસંદ કરે છે. અહીં 17 જેટલા સિહો 400 જેટલા દીપડા સહિતના વન્યજીવોનો વસવાટ છે અને જુદી જુદી પ્રજાતિના પક્ષીઓ પણ છે જેથી વેકેશનના સમય ગાળામાં અહીં લોકો ઉમટી પડે છે પરંતુ આવતા પ્રવાસીઓ પાસે પ્લાસ્ટિકની પાણીની બોટલ અને ઝબલા જોવા મળે છે. જે પ્લાસ્ટિક બરડા અભ્યારણ્યમાં પ્રતિબંધિત છે જેથી વનવિભાગની કપૂરડી ચેકપોસ્ટ પર સતત વાહન ચેકિંગ કરવામાં આવે છે અને જો પ્લાસ્ટિક હોઈ તો ત્યાં જ ડસ્ટબિનમાં મુકાવી દેવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya