વાલિયા નેત્રંગ તાલુકાના પેન્શનરોને તેમના ઓગસ્ટ મહિનાનું પેન્શન નહી મળે
પેન્શનરોના હીતમાં એનડ્રોઈડ મોબાઈલ ફોનમાં જીવન પ્રમાણન એપથી ઘરે બેઠા હયાતીની ખરાઈ થતી હતી 38 જેટલા પેન્શનરોના ઘરે જઈ ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી હતી પોર્ટલ પર ચેક કરતા ઓગષ્ટ 2025માં પેઈડ સપ્ટેમ્બર મહિનાનુ પેન્શન પોસ્ટીંગ થયેલ નથી પેન્શનરોએ ભરૂચ ટ્ર
વાલિયા નેત્રંગ તાલુકાના પેન્શનરોને તેમના ઓગસ્ટ મહિનાનું પેન્શન નહી મળે


પેન્શનરોના હીતમાં એનડ્રોઈડ મોબાઈલ ફોનમાં જીવન પ્રમાણન એપથી ઘરે બેઠા હયાતીની ખરાઈ થતી હતી

38 જેટલા પેન્શનરોના ઘરે જઈ ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી હતી

પોર્ટલ પર ચેક કરતા ઓગષ્ટ 2025માં પેઈડ સપ્ટેમ્બર મહિનાનુ પેન્શન પોસ્ટીંગ થયેલ નથી

પેન્શનરોએ ભરૂચ ટ્રેઝરી કચેરીએ જઈ હયાતીની ખાતરી કરાવવાથી પેન્શન મળશે નો હુકમ

કેટલાય હાલી ચાલી નથી શકતા પથારી વશ છે તેવા પેન્શનરોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે

ભરૂચ 29 ઓગસ્ટ (હિ.સ.)

ભારત સરકાર અને ગુજરાત રાજય સરકારે પેન્શનરોને તેઓની ઉમર અને શરીર સ્વસ્થયને ઘ્યાનમાં લઈ પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈ માટે બેંક, પોસ્ટ ઓફીસ, જન સેવા કેન્દ્રમાં ગયા વિના પેન્શનરોના હીતમાં એનડ્રોઈડ મોબાઈલ ફોનમાં જીવન પ્રમાણન એપથી ઘરે બેઠા હયાતીની ખરાઈ થાય તે માટે ગુજરાત સરકારએ તેઓના નાંણા વિભાગના ઠરાવ ક્રમાંક તજન/102014/1671/ઝ તાઃ- 29/05/2017 થી ઓન લાઈન હયાતીની ખરાઈને માન્ય રાખી સ્વીકાર કરેલ છે. જેના માટે સરકાર તરફથી પોસ્ટ ખાતાને પણ પેન્શનરોના ઘરેઘર જઈ ઓનલાઈન હયાતીની ખરાઈ કરવા લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.

સરકારની ઉપરોકત્ત વ્યવસ્થાને ઘ્યાને લઈ સેવાભાવી વાલિઆ તાલુકા પેન્શનર મંડળના કાર્યકરોએ અંદાજે 38 જેટલા પેન્શનરોના ઘરે જઈ ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી હતી. હાલ સાયબર ટ્રેઝરી પોર્ટલ પર ચેક કરતા જણાયુ છે કે ઓગષ્ટ 2025માં પેઈડ સપ્ટેમ્બર મહિનાનુ પેન્શન પોસ્ટીંગ થયેલ નથી આ બાબતે ભરૂચ ટ્રેઝરી અધિકારીનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે ચાલુ માસના પેન્શનનુ પોસ્ટીંગ થઈ ગયેલ હોય બાકી રહી ગયેલ પેન્શનરોએ ભરૂચ ટ્રેઝરી કચેરીએ રૂબરૂ હાજર થઈ હયાતીની ખાતરી કરાવવાથી પેન્શન ચાલુ કરવામાં આવશે તેમ જણાવેલ હતું.

આથી આગામી સપ્ટેમ્બર 2025 ના મહિનામાં પેન્શનરોના બેંક ખાતામાં પેન્શન જમા ન થાય તો પેન્શનરોને ઘણી આર્થીક મુશ્કેલી સહન કરવાનો વારો આવે તેમ છે અને જો પેન્શનરોએ રૂબરૂ તીજોરી કચેરીએ જવાનુ હોય તો સરકારએ જે ઉમદા હેતુથી સગવડ ઉભી કરેલ છે તેનો કોઈ અર્થ ન રહેતા પેન્શનરોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે .આ બાબતમાં ઘણા પેન્શનરો પથારી વશ છે. ઘણા મોટી ઉંમરના પેન્શનરો છે .આ તમામને પેન્શન સમયસર ન ચુકવી તેઓને હેરાન કરી તીજોરી કચેરીના અધિકારી ઓની અણઆવડત અને નિવૃત કર્મચારી પ્રત્યેની તેઓની નફરત છતી કરી માનસીક ત્રાસ ગુજારેલ છે.

આપ જીલ્લાના કાર્યકારી ન્યાયાધિશ અધિકારી છો. આવી તમામ બાબતો આપના અધિકાર ક્ષેત્રમાં આવે છે. તો આપ આ બાબતે આપની કક્ષાએથી અમારા પ્રશ્નો તથા મુશ્કેલી બાબતે રૂબરૂ ધ્યાન આપી તાત્કાલીક પ્રશ્નોનો હલ કરવા તથા મુશ્કેલી દુર કરવા અમારી આગ્રહ ભરી નમ્ર વિનંતી છે. વાલીઆ/ નેત્રંગ તાલુકા નિવત કર્મચારી મંડળ વાલીઆ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર પાસે આ માંગણી કરેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande