ટાઇગર શ્રોફ-સંજય દત્તની,'બાગી 4'નું ટ્રેલર રિલીઝ
નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.) ટાઇગર શ્રોફ અને સંજય દત્તની બહુપ્રતિક્ષિત એક્શન ફિલ્મ,''બાગી 4''નું ટ્રેલર આખરે રિલીઝ થયું છે. ટ્રેલરમાં ખૂન-ખરાબા, જબરદસ્ત ફાઇટ સિક્વન્સ અને હાઇ-ઓક્ટેન એક્શન બતાવવામાં આવ્યું છે. આ જોઈને, દર્શકોને ક
બાગી


નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.) ટાઇગર શ્રોફ અને સંજય દત્તની બહુપ્રતિક્ષિત એક્શન ફિલ્મ,'બાગી 4'નું ટ્રેલર આખરે

રિલીઝ થયું છે. ટ્રેલરમાં ખૂન-ખરાબા, જબરદસ્ત ફાઇટ સિક્વન્સ અને હાઇ-ઓક્ટેન એક્શન બતાવવામાં

આવ્યું છે. આ જોઈને, દર્શકોને કેટલીક

જગ્યાએ 'એનિમલ' અને 'માર્કો' જેવી ફિલ્મોની

ઝલક પણ લાગે છે.

આપણે ઘણી

પ્રેમકથાઓ જોઈ અને સાંભળી છે, પરંતુ આવી એક્શનથી ભરેલી પ્રેમકથા પહેલી વાર સામે આવી છે.આ ડાયલોગ 'બાગી 4'ના ટ્રેલરને

ધમાકેદાર શરૂઆત આપે છે. આ પછી તરત જ, સંજય દત્ત સ્ક્રીન પર પ્રવેશ કરે છે, જે લોહીથી

રંગાયેલા સફેદ સૂટમાં, ખતરનાક શૈલીમાં જોવા મળે છે. આ 3 મિનિટ 41 સેકન્ડ લાંબો

ટ્રેલર, થોડા સંવાદો વચ્ચે ખૂન-ખરાબા અને ભારે એક્શન સિક્વન્સથી ભરેલો છે.

ટાઇગર શ્રોફ અને સંજય દત્તની સાથે, બાકીના કલાકારોની

ઝલક પણ 'બાગી 4'ના ટ્રેલરમાં

સ્પષ્ટપણે જોવા મળે છે.

સોનમ બાજવા, શ્રેયસ તલપડે, હરનાઝ કૌર સંધુ અને સૌરભ સચદેવા જેવા સ્ટાર્સ તેમાં

મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં, ટાઇગર શ્રોફને કેટલાક દ્રશ્યોમાં નેવી ઓફિસરના

અવતારમાં પણ, દર્શાવવામાં આવ્યો છે. તે જ સમયે, સંજય દત્તનું પાત્ર ખૂબ જ ખતરનાક ખલનાયકનું છે.જે અનિયંત્રિત

હિંસા અને ખૂન-ખરાબા સાથે સ્ક્રીન પર આતંક ફેલાવે છે. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મમાં ફક્ત

ટાઇગર જ નહીં, પરંતુ સોનમ બાજવા

અને હરનાઝ સંધુ પણ જોરદાર એક્શન કરતા જોવા મળી રહ્યા છે.

એ. હર્ષ દ્વારા, દિગ્દર્શિત અને સાજિદ નડિયાદવાલા દ્વારા

નિર્મિત, 'બાગી 4' 5 સપ્ટેમ્બરના રોજ,

સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિવેક અગ્નિહોત્રીની 'ધ બંગાળ ફાઇલ્સ' પણ તે જ દિવસે

રિલીઝ થશે, જેના કારણે બોક્સ

ઓફિસ પર બંને ફિલ્મો વચ્ચે, જોરદાર સ્પર્ધા જોવા મળે તેવી શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande