સરકારે 1 સપ્ટેમ્બરથી નિયમોમાં ફેરફાર કર્યા - હવે ચાંદીના દાગીના પર પણ, હોલમાર્કિંગ થશે
નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) સોનાના દાગીનાના હોલમાર્કિંગના નિયમ લાગુ થયા બાદ, હવે કેન્દ્ર સરકારે ચાંદીના દાગીના પર પણ હોલમાર્કિંગ માટેની તૈયારીઓ કરી છે. કેન્દ્ર સોનાના દાગીનાની જેમ જ ચાંદીના દાગીનાની શુદ્ધતાની ગેરંટી વિશ
ચાંદી


નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) સોનાના દાગીનાના હોલમાર્કિંગના નિયમ લાગુ

થયા બાદ, હવે કેન્દ્ર

સરકારે ચાંદીના દાગીના પર પણ હોલમાર્કિંગ માટેની તૈયારીઓ કરી છે. કેન્દ્ર સોનાના

દાગીનાની જેમ જ ચાંદીના દાગીનાની શુદ્ધતાની ગેરંટી વિશે ગ્રાહકોને માહિતી

પહોંચાડવાનો ઇરાદો ધરાવે છે. ચાંદીના દાગીનાની શુદ્ધતાની ગેરંટી માટે હોલ

માર્કિંગનો નિયમ આવતીકાલથી એટલે કે, 1 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

સરકાર હાલમાં ચાંદીના દાગીના પર હોલ માર્કિંગનો નિયમ

ફરજિયાત બનાવી રહી નથી. હાલમાં, હોલ માર્કિંગનો આ નિયમ સ્વૈચ્છિક રહેશે. એટલે કે, તે ઘરેણાં

ખરીદનાર ગ્રાહકની ઇચ્છા પર નિર્ભર રહેશે કે, તે હોલમાર્કવાળા ચાંદીના દાગીના ખરીદે

છે કે હોલમાર્ક વગરના દાગીના. ભારતીય માનક બ્યુરો (બીઆઇએસ) એ ચાંદીના

દાગીનાના હોલમાર્કિંગ માટે 6 નવા ધોરણો 800, 835, 900, 925, 970 અને 990 નક્કી કર્યા છે.

હવે દરેક હોલમાર્કવાળા ઝવેરાતમાં 6-અંકનો યુનિક કોડ (એચયુઆઈડી) પણ હશે. આ કોડ તરત જ જણાવશે કે, ચાંદીના

દાગીનામાં કેટલી શુદ્ધતા છે. આ સિસ્ટમ જૂની હોલમાર્કિંગ પદ્ધતિને બદલશે અને

બજારમાં વધુ પારદર્શિતા લાવશે.

હોલમાર્કિંગ નિયમ લાગુ થયા પછી, હવે ચાંદીના

દાગીનાના ગ્રાહકો સરળતાથી બીઆઇએસ કેર એપ પર જઈ શકશે અને વેરિફાઇ એચયુઆઈડી ફીચરની મદદથી

તપાસ કરી શકશે કે દાગીના પર ચિહ્નિત થયેલ કોડ અસલી છે કે, નકલી. હોલમાર્કિંગ એ પણ

સુનિશ્ચિત કરશે કે ચાંદીની શુદ્ધતા એ જ છે જેના માટે ગ્રાહક ચૂકવણી કરી રહ્યો છે.

આ ચાંદીના દાગીનાની ખરીદી પહેલા કરતા વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવશે.

હકીકતમાં, વર્ષ 2021 માં, કેન્દ્ર સરકારે સોનાના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત

બનાવ્યું હતું. તે જ રીતે,

હવે આ સિસ્ટમ

ચાંદીના દાગીના માટે પણ લાવવામાં આવી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય બુલિયન બજારને વધુ

પારદર્શક બનાવવાનો અને ગ્રાહકોને અસલી ઉત્પાદનો પ્રદાન કરવાનો છે. હોલમાર્કિંગ શરૂ

થયા પછી, ચાંદીના દાગીનાના

ગ્રાહકો પણ કોઈપણ છેતરપિંડીથી બચી શકશે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande