નવી દિલ્હી, ૦6 ઓગસ્ટ (હિ.સ.) અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત, 'વોર 2' આ વર્ષની સૌથી
વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આદિત્ય
ચોપડા દ્વારા નિર્મિત આ ફિલ્મની ખાસિયત એ છે કે, પહેલીવાર ઋત્વિક રોશન અને જુનિયર
એનટીઆર પડદા પર સામસામે જોવા મળશે. હવે આદિત્ય ચોપડાની ફિલ્મ અંગેની રણનીતિ જાહેર
કરવામાં આવી છે. ચાલો જાણીએ તેમનો માસ્ટર પ્લાન શું છે.
અહેવાલો અનુસાર, આદિત્ય ચોપડાએ 'વોર 2' માટે 'કજરા રે', 'ધૂમ 3' અને 'કમલી' જેવી પ્રમોશન સ્ટ્રેટેજી અપનાવી છે. તેમણે નક્કી કર્યું છે
કે,” ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆરનો, હાઇ-ઓક્ટેન
ડાન્સ નંબર સંપૂર્ણ રીતે રજૂ કરવામાં આવશે નહીં. આ ગીતમાં બંને સ્ટાર્સ વચ્ચે
જોરદાર ટક્કર જોવા મળશે.જેની એક ઝલક આ અઠવાડિયાના અંતમાં રિલીઝ થશે, પરંતુ દર્શકો
આખું ગીત ફક્ત ફિલ્મમાં જ જોઈ શકશે.”
આદિત્ય ચોપડા માને છે કે, આ ગીતનો ખરો જાદુ ફક્ત મોટા પડદા
પર જ અનુભવી શકાય છે.તેથી તે દર્શકોને થિયેટરોમાં લાવવા માટે આ રણનીતિ અપનાવી
રહ્યા છે. 'વોર 2' 14 ઓગસ્ટ, 2025 ના રોજ
થિયેટરોમાં રિલીઝ થશે અને બોક્સ ઓફિસ પર, તેનો સીધો મુકાબલો સુપરસ્ટાર રજનીકાંતની
ફિલ્મ 'કુલી' સાથે થશે. આ
ફિલ્મમાં, ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર ઉપરાંત, કિયારા અડવાણી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા
મળશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ