બીએલએ એ, બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી, હુમલામાં પાકિસ્તાન આર્મીના મેજર સહિત ત્રણ લશ્કરી કર્મચારીઓના મોતનો દાવો કર્યો
ઈસ્લામાબાદ, નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.) બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) એ, મંગળવારે રાત્રે બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લામાં થયેલા બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી, દાવો કર્યો કે તેના હુમલામાં પાકિસ્તાન આર્મીના મેજર સહિત ત્રણ
દાવો


ઈસ્લામાબાદ, નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.)

બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)

એ, મંગળવારે

રાત્રે બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લામાં થયેલા બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી, દાવો કર્યો કે

તેના હુમલામાં પાકિસ્તાન આર્મીના મેજર સહિત ત્રણ લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા અને

ત્રણ અન્ય ઘાયલ થયા. બીએલએએ દાવો કર્યો કે,” તેની ગુપ્તચર શાખા જીરાબ ની

નક્કર માહિતીના આધારે, મેજરના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો.”

બલૂચિસ્તાન પોસ્ટે, બીએલએ પ્રવક્તા જિયાંદ બલોચને ટાંકીને આ

સમાચાર પ્રસારિત કર્યા છે કે, ”આ હુમલો રાત્રે 8:00 વાગ્યે નુશ્કી જિલ્લાના ગાર્ગીના વિસ્તારમાં રસ્તાની

બાજુમાં લગાવેલા, ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (આઈઇડી) વડે બુલેટપ્રૂફ

લશ્કરી વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. મૃતકોની ઓળખ મેજર રિઝવાન, નાયબ સુબેદાર

અમીન અને લાન્સ નાયક યુનિસ તરીકે થઈ છે.”

પાકિસ્તાન સેનાએ હજુ સુધી આ સંદર્ભમાં કોઈ

સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

બીએલએના પ્રવક્તા જિયાંદ બલોચે દાવો કર્યો હતો કે,” જીરાબ

પાસેથી મળેલી માહિતીના આધારે, લડવૈયાઓએ મેજર રિઝવાનના કાફલાને નિશાન બનાવ્યો હતો.

બલોચ લિબરેશન આર્મી આ હુમલાની સંપૂર્ણ જવાબદારી લે છે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande