ટેરિફ નીતિ પર નિક્કી હેલીની ટ્રમ્પને સલાહ - ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં
- ટ્રમ્પે રશિયા સાથે અમેરિકાના સતત વેપારથી અજાણ હોવાનો દાવો કર્યો વોશિંગ્ટન, નવી દિલ્હી, 6 ઓગસ્ટ (હિ.સ.) સંયુક્ત રાષ્ટ્રમાં ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત સાથેના સંબંધો બગાડવાની સલાહ આપી છે. ભૂતપૂર્વ એમ્બેસેડર
સંયુક્ત રાષ્ટ્રમાં ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત નિક્કી હેલીની પોસ્ટ


- ટ્રમ્પે રશિયા સાથે અમેરિકાના સતત વેપારથી અજાણ હોવાનો દાવો કર્યો

વોશિંગ્ટન, નવી દિલ્હી, 6 ઓગસ્ટ (હિ.સ.) સંયુક્ત રાષ્ટ્રમાં ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત સાથેના સંબંધો બગાડવાની સલાહ આપી છે. ભૂતપૂર્વ એમ્બેસેડર હેલીએ કહ્યું છે કે, ભારતીય માલ પર ભારે ટેરિફ ભારત-અમેરિકા સંબંધોને બગાડી શકે છે. મંગળવારે અગાઉ ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ આગામી 24 કલાકમાં ભારત પર ટેરિફમાં વધુ વધારો કરશે. જોકે, ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ભારત દ્વારા આપવામાં આવેલી હકીકતથી અજાણ છે, જેમાં ભારતે કહ્યું છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયન પોતે રશિયા સાથે વેપાર ચાલુ રાખી રહ્યા છે.

ટેરિફ પર ભારત-અમેરિકા તણાવ પર, ભારતીય મૂળના ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મહત્વપૂર્ણ સલાહ આપતા કહ્યું કે, આનાથી બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતામાં ખટાશ આવવાનું જોખમ છે. ટ્રમ્પ પર બેવડા ધોરણ અપનાવવાનો આરોપ લગાવતા, તેણીએ એક પોસ્ટમાં લખ્યું - ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવું જોઈએ નહીં, પરંતુ રશિયા અને ઈરાનના સૌથી મોટા તેલ ખરીદનાર ચીનને 90 દિવસની ટેરિફ મુક્તિ મળી છે. ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડીને, ચીનને મુક્તિ ન આપો.

ટ્રમ્પે મંગળવારે પુનરોચ્ચાર કર્યો કે, ભારત રશિયન તેલ ખરીદીને રશિયન યુદ્ધ મશીનને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે આગામી 24 કલાકમાં ભારત પર ટેરિફ વધુ વધારવાનો દાવો કર્યો હતો, જોકે ટ્રમ્પે રશિયા સાથે અમેરિકાના વેપાર સંબંધો અંગે ભારત દ્વારા આપવામાં આવેલા તથ્યો વિશે કહ્યું હતું કે, તેમને તેની જાણ નથી અને તેઓ તેની તપાસ કરશે.

અગાઉ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, ભારતને રશિયાના યુદ્ધ મશીન દ્વારા યુક્રેનમાં કેટલા લોકો માર્યા જાય છે તેની પરવા નથી. તેથી જ તેઓ ભારત પર ટેરિફ વધારવા જઈ રહ્યા છે.

ભારતે ટ્રમ્પની ધમકીઓને સંપૂર્ણપણે ગેરવાજબી અને અતાર્કિક ગણાવી હતી અને કહ્યું હતું કે, અમેરિકા અને યુરોપિયન યુનિયન પોતે રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખે છે. મંત્રાલયે કહ્યું હતું કે, અમેરિકા રશિયા પાસેથી ખાતર અને રસાયણો જેવા ઉત્પાદનોની આયાત કરે છે, તેથી ભારતને નિશાન બનાવવું અન્યાયી છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande