પોરબંદર, 7 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત સ્વસ્તિક ગૃપ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઇ હતી.
રાજ્યકક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પોરબંદરમાં યોજાનાર સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં લોક ભાગીદાર સંસ્થા તરીકે સપ્તરંગી સેવાના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ પ્રકારની કોમ્પિટિશન અને રમતો તેમજ દેશભક્તિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યો છે.
પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શનમાં સ્વસ્તિક ગૃપ દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેમાં રંગોળી સ્પર્ધા, પોરબંદર સ્થાપના દિન ક્વિઝ, રક્ષાબંધનની ઉજવણી, રાષ્ટ્રભક્ત વેશભૂષા, લેડી હોસ્પિટલ ખાતે સેવાની પ્રવૃત્તિ, શ્રમ વિસ્તારમાં મીઠાઈનું વિતરણ અને પ્રાથમિક શાળાઓમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રવિવારે સ્વસ્તિક ગૃપ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. આ રંગોળી સ્પર્ધામાં 25 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અને આ સ્પર્ધકોને 15મી ઓગસ્ટના દિવસે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવશે, તેવું સ્વસ્તિક ગૃપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya