મોન્ટ્રીયલ, નવી દિલ્હી,07 ઓગસ્ટ (હિ.સ.) ચાર વખતની
ગ્રાન્ડ સ્લેમ વિજેતા જાપાનની નાઓમી ઓસાકાએ, શાનદાર પ્રદર્શન કર્યું અને બુધવારે
(ગુરુવાર ભારતીય સમય મુજબ) કલારા ટોસનને હરાવીને, કેનેડિયન ઓપન 2025 ની ફાઇનલમાં
પ્રવેશ કર્યો. ફાઇનલ મેચમાં, તેણીનો સામનો હવે 18 વર્ષીય કેનેડિયન ટેનિસ સેન્સેશન વિક્ટોરિયા મોબોકો સામે
થશે.
ઓસાકાએ, ડેનમાર્કની ટોસનને 6-2, 7-6 (9/7) થી હરાવીને ફાઇનલમાં
પ્રવેશ કર્યો. 2022 મિયામી ઓપન પછી
આ ઓસાકાની પ્રથમ ડબ્લ્યુટીએ 1000 ફાઇનલ અને 2021 ઓસ્ટ્રેલિયન ઓપન પછી તેનો પ્રથમ ટૂર-લેવલ ટાઇટલ પ્રયાસ
હશે.
મેચના પહેલા સેટમાં ઓસાકાએ સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું, પરંતુ બીજા
સેટમાં, ટોસનને વાપસી
કરવાનો પ્રયાસ કર્યો અને બે બ્રેક લીધા જેથી મેચ ટાઇબ્રેકમાં ખેંચાઈ ગઈ.
ટાઈબ્રેકમાં પણ, ટોસને 6-4 ની લીડ સાથે બે
સેટ પોઈન્ટ મેળવ્યા, પરંતુ તે તેનો
લાભ લઈ શકી નહીં. એક મેચ પોઈન્ટ ગુમાવ્યા બાદ, ઓસાકાએ સતત બે પોઈન્ટ મેળવીને વિજય સુનિશ્ચિત કર્યો.
બીજા સેમિફાઇનલમાં, વિક્ટોરિયા મોબોકોએ, વિમ્બલ્ડન ચેમ્પિયન એલેના રાયબાકીના
સામે 1-6, 7-5, 7-6 (7/4)
થી રોમાંચક જીત
નોંધાવી. આ મેચમાં, તેણીએ એક મેચ
પોઈન્ટ પણ બચાવ્યો, જે તેની માનસિક
શક્તિનો મોટો પુરાવો છે.
ફાઇનલ મેચ અંગે, ઓસાકાએ કહ્યું, હું લાંબા સમય પછી, હાર્ડ કોર્ટ ફાઇનલ રમવા
માટે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું. મેં મોબોકોની મેચ જોઈ, તેણી શાંત રહી
અને મેચ પોઈન્ટ પરથી પાછા ફરવું 18 વર્ષની ખેલાડી માટે ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છે.
ઓસાકા હવે આ અઠવાડિયે તેના શાનદાર પ્રદર્શનના આધારે, વિશ્વ
રેન્કિંગમાં ટોચ પર પહોંચશે, જેના કારણે તેણીને યુએસ ઓપન 2025 માં સીડેડ ખેલાડી તરીકે સ્થાન મળવું લગભગ
નિશ્ચિત છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ