પોરબંદરમાં સરકારની, કલ્યાણકારી અભયમ સેવાથી પરિવારનો વિખરાઇ રહેલ માળો એક જૂઠ થયો
પોરબંદર,7 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં સરકારની કલ્યાણકારી અભયમ સેવાથી પરિવારનો વિખરાઇ રહેલ માળો એક જૂઠ થયો છે. 181 ટીમ દ્રારા પતિના ત્રાસથી કંટાળી ઘરેથી નિકળી ગયેલ મહિલાનું કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવાયું છે. ગુજરાત સરકારની અભયમ 181 સેવા એ એક મહિલા
પોરબંદરમાં સરકારની કલ્યાણકારી અભયમ સેવાથી પરિવારનો વિખરાઇ રહેલ માળો એક જૂઠ થયો


પોરબંદરમાં સરકારની કલ્યાણકારી અભયમ સેવાથી પરિવારનો વિખરાઇ રહેલ માળો એક જૂઠ થયો


પોરબંદર,7 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં સરકારની કલ્યાણકારી અભયમ સેવાથી પરિવારનો વિખરાઇ રહેલ માળો એક જૂઠ થયો છે. 181 ટીમ દ્રારા પતિના ત્રાસથી કંટાળી ઘરેથી નિકળી ગયેલ મહિલાનું કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવાયું છે.

ગુજરાત સરકારની અભયમ 181 સેવા એ એક મહિલા હેલ્પલાઇન છે, જેનો હેતુ મહિલાઓ અને બાળકોને હિંસા, શોષણ અથવા કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડવાનો છે. આ સેવા 24 કલાક ઉપલબ્ધ છે, અને પોલીસ, કાયદાકીય સહાય, મનોવૈજ્ઞાનિક સમર્થન, આશ્રયની વ્યવસ્થા સહિતની સુવિધાઓ પૂરી પાડે છે.

ત્યારે પોરબંદરમાં જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જણાવ્યું હતું કે, મહિલા નિ:સહાય હોય, તેમના પતિ દ્વારા હેરાનગતિ થતી હોવાથી ઘરેથી નિકળી ગયા હોવાનું જણાવે છે, જેથી તેમની મદદે આવો. 181 ટીમ મહિલાની મદદ માટે તાત્કાલિક પહોંચી જઈને મહિલાનું નામ, સરનામું જાણી તેમનું કાઉન્સેલિંગ કરતા મહિલાએ જણાવ્યું કે, તેઓ એમ.પી રાજયના છે. તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી ગુજરાતમાં મજુરી કામ માટે આવ્યા છે.

મહિલાએ જણાવ્યુ કે, તેમના પતિ અપશબ્દો બોલી મારઝૂટ કરી માનસિક ત્રાસ આપતા હોવાથી મહિલા કંટાળી ગયેલા હોવાના કારણે ઘરેથી નિકળી ગયેલા હતા. તેઓ બખલા ગામની વાડીમા મજુરી કરે છે. મહિલા જેમની વાડીમાં કામ કરતા હતા, તે ગામનુ નામ તેમજ વાડીના માલિકનું નામ આપતા 181 અભયમ ટીમ મહિલા સાથે બખલા ગામ જઈ તપાસ કરતા મહિલાના પતિ મળી આવતા, મહિલાના પતિનું કાઉન્સેલિંગ કરી તેમને સમજાવી કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું.

મહિલાના પતિને તેમની ભુલનો અહેસાસ થતાં, મહિલાની માફી માંગી ભવિષ્યમાં આવી ભૂલ કયારેય નહી કરે, તેવુ જણાવતા 181 ટીમ દ્વારા સુખદ સમાધાન કરાવી મહિલાને સુરક્ષિત તેમના પતિને સોંપી તેમની જવાબદારીનું ભાન કરાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande