ફિચે નાણાકીય વર્ષ 2025-26 માટે, ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ વધારીને 6.9 ટકા કર્યો છે.
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.) વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 6.9 ટકા કર્યો છે. અગાઉ, ફિચે ભારતીય અર્થતંત
ીાૂગલુ


નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.) વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે

નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના કુલ

સ્થાનિક ઉત્પાદન (જીડીપી)

વૃદ્ધિ દરનો

અંદાજ વધારીને 6.9 ટકા કર્યો છે.

અગાઉ, ફિચે ભારતીય

અર્થતંત્ર 6.5 ટકાના દરે

વૃદ્ધિ પામશે તેવું અનુમાન લગાવ્યું હતું.

સપ્ટેમ્બર માટે જાહેર કરાયેલા ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક (જીઈઓ) માં એપ્રિલ-જૂન

ક્વાર્ટર માટે જીડીપીપરિણામો (7.8 ટકા વૃદ્ધિ) ને ધ્યાનમાં રાખીને, ફિચે 31 માર્ચ, 2026 ના રોજ પૂરા થતા

વર્તમાન નાણાકીય વર્ષ 2025-26 માટેનો તેનો

અંદાજ 6.5 ટકાથી સુધારીને 6.9 ટકા કર્યો છે. આ

જીઈઓના જૂનમાં 6.7 ટકાના અનુમાન

કરતા ઘણો વધારે છે.

રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે,” ચાલુ નાણાકીય વર્ષ 2025-26 ના માર્ચ અને

જૂન ક્વાર્ટર વચ્ચે આર્થિક પ્રવૃત્તિમાં ઝડપથી વધારો થયો છે. જાન્યુઆરી-માર્ચ

ક્વાર્ટરમાં વાસ્તવિક જીડીપીવૃદ્ધિ દર 7.4 ટકાથી વધીને વાર્ષિક ધોરણે 7.8 ટકા થયો છે.” ફિચે જણાવ્યું હતું કે,”

એપ્રિલ-જૂનના પરિણામોના આધારે, ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીદર અંદાજ

સુધારીને 6.9 ટકા કરવામાં

આવ્યો છે.”

ફિચ રેટિંગ્સમાં જણાવાયું છે કે,” સ્થાનિક માંગ વૃદ્ધિને

પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે, કારણ કે મજબૂત વાસ્તવિક આવક ગતિશીલતા ગ્રાહક ખર્ચને વેગ આપે

છે અને નબળી નાણાકીય સ્થિતિ રોકાણ દ્વારા ભરપાઈ કરવામાં આવશે.” ફિચે અંદાજ લગાવ્યો

છે કે,” બીજા છ મહિનામાં વાર્ષિક વૃદ્ધિ ધીમી પડશે. તેથી, આગામી નાણાકીય

વર્ષ 2026-27 માં આર્થિક

વિકાસ દર ધીમો પડીને 6.3 ટકા થશે.

નાણાકીય વર્ષ 2027-28 માં આ દર 6.2 ટકા થઈ જશે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande