બીજાપુર, નવી દિલ્હી,13 સપ્ટેમ્બર
(હિ.સ.) છત્તીસગઢના બીજાપુર જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે માર્યા
ગયેલા 2 નક્સલીઓના માથા
પર 16 લાખનું ઇનામ
જાહેર કરવામાં આવ્યું છે. તેમની પાસેથી હથિયારો, ગોળીઓ અને વિસ્ફોટકો બનાવવાની સામગ્રી મળી આવી
છે.
બીજાપુરના પોલીસ અધિક્ષક ડૉ. જિતેન્દ્ર કુમાર યાદવે
જણાવ્યું હતું કે,” બંને બાજુથી લગભગ બે કલાક સુધી ગોળીબાર કર્યા પછી, સર્ચ ઓપરેશન
દરમિયાન એન્કાઉન્ટર સ્થળ પરથી 2 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ બે મૃત નક્સલીઓની ઓળખ
બેડસેટ ઇન્દ્રાવતી વિસ્તારના 34 વર્ષીય હિડમા પોડિયામ નિવાસી તરીકે થઈ છે.જેના પર 8 લાખ રૂપિયાનું
ઇનામ, હોદ્દો- પીપીસીએમ
કંપની નંબર 2, પ્લાટૂન નંબર 1 ના સભ્ય અને 25 વર્ષીય મુન્ના
મડકમ નિવાસી કટેકલ્યાણ જિલ્લા દંતેવાડા, જેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. 8 લાખ, હોદ્દો- કંપની
નં. ૨, પ્લાટૂન નં. 1 ના
સભ્ય. તેમના મૃતદેહ સાથે ૩૦૩ રાઈફલ, ૧ મેગેઝિન, 4 જીવતા રાઉન્ડ, 12 બોરની બંદૂક, 4 જીવતા રાઉન્ડ અને બેટરી, કાર્ડેક્સ વાયર, સ્કેનર સેટ, નક્સલી સાહિત્ય અને અન્ય નક્સલી સામગ્રી મળી આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ પાંડે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ