પ્રધાનમંત્રી મોદી ગુવાહાટીમાં, ભૂપેન હજારિકા જન્મ શતાબ્દી સમારોહમાં હાજરી આપશે, અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે
ગુવાહાટી (આસામ), નવી દિલ્હી,13 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુવાહાટી પહોંચી રહ્યા છે, જ્યાં તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર આ માહ
નમો


ગુવાહાટી (આસામ), નવી દિલ્હી,13 સપ્ટેમ્બર

(હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુવાહાટી પહોંચી રહ્યા છે, જ્યાં તેમના

ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે.

આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા

પર આ માહિતી આપતા કહ્યું છે કે,” તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી

મોદી મહાન કલાકાર ભૂપેન હજારિકાના જન્મ શતાબ્દી સમારોહમાં, હાજરી આપશે. આ દરમિયાન, પ્રધાનમંત્રી

દેશની પ્રથમ વાંસ આધારિત ઇથેનોલ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરશે અને ઘણા પરિવર્તનશીલ

પ્રોજેક્ટ્સ શરૂ કરશે, જે આસામના વિકાસને નવી દિશા આપશે.”

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande