ફિલ્મ 'જટાધારા' 7 નવેમ્બરે, હિન્દી અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) થોડા સમય પહેલા સોનાક્ષી સિંહા અને સુધીર બાબુની ફિલ્મ ''જટાધારા'' ની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી સિનેમા પ્રેમીઓમાં ઉત્સુકતા વધી ગઈ હતી. ખાસ વાત એ છે કે, આ ફિલ્મ દ્વારા સોનાક્ષી સિંહા
ફિલ્મ


નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) થોડા સમય પહેલા સોનાક્ષી સિંહા અને સુધીર બાબુની ફિલ્મ 'જટાધારા' ની જાહેરાત

કરવામાં આવી હતી, જેનાથી સિનેમા

પ્રેમીઓમાં ઉત્સુકતા વધી ગઈ હતી. ખાસ વાત એ છે કે, આ ફિલ્મ દ્વારા સોનાક્ષી સિંહા

તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ જ કારણ છે કે, હિન્દી અને દક્ષિણ

ઉદ્યોગના દર્શકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. લોકો લાંબા સમયથી તેની રિલીઝની

રાહ જોઈ રહ્યા હતા અને હવે આ રાહનો અંત આવવાનો છે.

ફિલ્મના નિર્માતાઓએ આખરે 'જટાધારા' ની રિલીઝ તારીખ જાહેર કરી છે. આ ફિલ્મ 7 નવેમ્બરે

સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ દર્શકો માટે હિન્દી અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે, જેથી તે વ્યાપક

દર્શકો સુધી પહોંચી શકે. રિલીઝ તારીખની જાહેરાત કરતા, ફિલ્મનું એક

શાનદાર મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મની રહસ્યમય અને

પૌરાણિક શૈલીની ઝલક જોવા મળે છે. નિર્માતાઓએ તેની સાથે લખ્યું છે, અંધકારના

ઊંડાણમાંથી, દિવ્યતા ઉભરે

છે. આ ટેગલાઇન ફિલ્મની વાર્તા અને થીમના રહસ્યને વધુ ગહન બનાવે છે.

'જટાધારા' ફિલ્મનું

દિગ્દર્શન વેંકટ કલ્યાણ અને અભિષેક જયસ્વાલ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની

સ્ટારકાસ્ટ પણ ખૂબ જ મજબૂત છે. સોનાક્ષી અને સુધીર બાબુની સાથે, દિવ્યા ખોસલા

કુમાર અને શિલ્પા શિરોડકર જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. ભવ્ય

સેટ, રહસ્યમય વાર્તા

અને સમગ્ર ભારતમાં રિલીઝની યોજનાઓ સાથે, 'જટાધારા' આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક બની ગઈ છે.

દર્શકો હવે 7 નવેમ્બરની

આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,

જ્યારે આ ફિલ્મ

મોટા પડદા પર પોતાનો જાદુ ફેલાવશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande