આવકવેરા વિભાગે આઈટીઆરની, સમયમર્યાદા લંબાવવાના સમાચારને અફવા ગણાવ્યા
- આવકવેરા વિભાગે આવકવેરા રિટર્નની સમયમર્યાદા લંબાવવાના સમાચારનો ઇનકાર કર્યો નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) આવકવેરા વિભાગે સોમવારે સ્પષ્ટતા કરી કે આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની છ
ોોઘૂઘ


- આવકવેરા વિભાગે

આવકવેરા રિટર્નની સમયમર્યાદા લંબાવવાના સમાચારનો ઇનકાર કર્યો

નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) આવકવેરા વિભાગે સોમવારે સ્પષ્ટતા કરી કે

આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા

રિટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની

છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે.

વિભાગે એમ પણ કહ્યું કે,” સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારોથી વિપરીત, તેણે આઈટીઆરફાઇલ કરવાની

છેલ્લી તારીખ લંબાવી નથી.”

આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” સોશિયલ

મીડિયા પર એક ખોટા સમાચાર ચાલી રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી

તારીખ 15 સપ્ટેમ્બરથી

લંબાવીને 30 સપ્ટેમ્બર

કરવામાં આવી છે. વિભાગે કરદાતાઓને ફક્ત સત્તાવાર @IncomeTaxIndia અપડેટ્સ પર, આધાર રાખવાની

સલાહ આપી છે. અમારું હેલ્પડેસ્ક કરદાતાઓનેઆઈટીઆરફાઇલ કરવા, કર ચુકવણી અને

અન્ય સંબંધિત સેવાઓમાં મદદ કરવા માટે 24x7 ધોરણે કામ કરી રહ્યું છે અને અમે કૉલ્સ, લાઇવ ચેટ, વેબેક્સ સત્રો

અને ટ્વિટર/એક્સદ્વારા સહાય પૂરી

પાડી રહ્યા છીએ.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande