૧૦૦% છલોછલ થયો શિંગોડા ડેમ ગીર ગઢડા-કોડીનાર, તાલુકાના નીચાંણવાળા વિસ્તારોને સાવધ રહેવાની સૂચના
ગીર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામ પાસે આવેલો શિંગોડા ડેમ ૧૦૦% ભરાયો છે. આ ડેમની હાલની જી.ટી.એસ સપાટી ૧૪૧.૫૮ મીટર છે. ઉંડાઇ ૧૮.૮૦ મીટર તેમજ લાઇવ જથ્થો ૩૬.૦૬ એમ.સી.એમ છે અને કુલ જથ્થો ૩૬.૪૦ એમ.સી.એમ છે.
૧૦૦% છલોછલ થયો શિંગોડા ડેમ ગીર ગઢડા-કોડીનાર, તાલુકાના નીચાંણવાળા વિસ્તારોને સાવધ રહેવાની સૂચના


ગીર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામ પાસે આવેલો શિંગોડા ડેમ ૧૦૦% ભરાયો છે. આ ડેમની હાલની જી.ટી.એસ સપાટી ૧૪૧.૫૮ મીટર છે. ઉંડાઇ ૧૮.૮૦ મીટર તેમજ લાઇવ જથ્થો ૩૬.૦૬ એમ.સી.એમ છે અને કુલ જથ્થો ૩૬.૪૦ એમ.સી.એમ છે.

હાલ શિંગોડા ડેમ ૧૦૦% ભરાયેલો છે. શિંગોડા ડેમના ઉપરવાસમાં વરસાદના કારણે ડેમનું નિર્ધારીત ૧૪૧.૫૮ મીટર લેવલ જાળવવા માટે શિંગોડા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવાની જરૂરિયાત ઊભી થશે.

જેથી નીચાંણવાળા ગીર ગઢડા તાલુકાના જામવાળા અને કંસારીયા, કોડીનાર તાલુકાના ઘાટવડ, સુગાળા, છાછર, કરેડા, ગોવિંદપુર, ભંડારીયા, દુદાણા, નાના ઇંચવડ, કોડીનાર, ચૌહાણની ખાણ અને મુળદ્વારકા ગામના લોકોએ નદીની આસપાસ અવર-જવર ન કરવા તેમજ સાવચેત-સલામત રહેવા સૂચના આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande